×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કંગના પાસે કામ નથી, ગયા વર્ષનો 50 ટકા ટેક્સ બાકી હોવાની પણ કરી કબૂલાત

નવી દિલ્હી,તા.9 જૂન 2021,બુધવાર

પોતાના નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેતી બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે હવે પોતાની કેરિયરને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

કંગનાનુ કહેવુ છે કે, મેં ગયા વર્ષનો અડધો ટેક્સ ભર્યો નથી. કારણકે મારી પાસે હાલમાં કોઈ કામ નથી. પહેલી વખત એવુ થયુ છે કે, મારે ટેક્સ ભરવામાં મોડુ થયુ હોય. કંગનાએ આ અંગેનો ખુલાસો સોશિયલ મીડિયા પર કર્યો હતો.

તેણે કહ્યુ તુ કે, હું મારી આવકના 45 ટકા ટેક્સ તરીકે ચૂકવુ છું અને સૌથી વધારે ટેક્સ ભરનારા લોકોની કેટેગરીમાં આવતી હોઉં છું. જોકે મારી પાસે હાલમાં કોઈ કામ નહીં હોવાથી ગયા વર્ષનો 50 ટકા ટેક્સ ચુકવવાનો મારે બાકી છે. ટેક્સ ભરવામાં મોડુ થયુ હોય તેવુ પહેલી વખત બન્યુ છે પણ સરકાર મારે જે ટેક્સ ભરવાનો બાકી છે તેના પર વ્યાજ પણ ચાર્જ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, કંગના અને શિવસેના આમને સામને આવી ગયા બાદ ગયા વર્ષે કંગનાની મુંબઈ સ્થિતિ ઓફિસર પર મુંબઈ કોર્પોરેશને બુલડોઝર ચલાવ્યુ હતુ. મે મહિનમાં કંગના કોરોનાનો પણ શિકાર બની હતી. કોવિડ નેગેટિવ થયા બાદ તેણે કોરોના અંગે પણ કહ્યુ હતુ કે, કોરોના સામે હું લડી અને સાજી થઈ પણ આ અંગે હું વધારે બોલવા નથી માંગતી.

જોકે કેરિયરની રીતે જોવામાં આવે તો કંગના તામિલનાડૂના પૂર્વ સીએમ જયલલિતાની બાયોપીકમાં જયલલિતાનો રોલ ભજવી રહી છે. આ સિવાય તે ધાકડ નામની એક ફિલ્મમાં પણ નજરે પડવાની છે.