×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઓસ્ટ્રેલિયા આવતી ફ્લાઈટ પર એલર્ટ જાહેર, સિડની એરપોર્ટ પર એમ્બ્યુલન્સની લાગી કતારો

Image : Pixabay

ન્યુઝીલેન્ડના ઓકલેન્ડથી ઓસ્ટ્રેલિયાના સિડની આવી રહેલા એક વિમાનને મેડે એલર્ટ જાહેર કર્યું છે. વિમાન દ્વારા આ એલર્ટ શા માટે જારી કરવામાં આવ્યું છે તેની હજુ સુધી પુષ્ટિ કરવામાં આવી નથી. જોકે એલર્ટ મળતાની સાથે જ સિડની એરપોર્ટ પાસે અનેક એમ્બ્યુલન્સની કતારો લાગી ગઈ છે. સુત્રોમાંથી મળતા પ્રાથમીક સમાચાર મુજબ વિમાનમાં એન્જિન સંબંધિત કેટલીક સમસ્યાની ફરિયાદ આવી છે.

વિમાન એરપોર્ટ પર નીચે ઉત્તરે બાદમાં વધુ વિગત મળશે

સિડની એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એરપોર્ટે સાવચેતીના પગલા તરીકે ફાયર એન્ડ રેસ્ક્યુ, એનએસડબલ્યુ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી દીધી છે. લેન્ડિંગ પર વિમાનને ઇમરજન્સી સેવાઓ મળી રહેશે. એરપોર્ટ આ તબક્કે અન્ય ફ્લાઇટ્સને અસર કરશે તેવી અપેક્ષા રાખી રહ્યુ નથી. ક્વાન્ટાસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સિડનીથી લગભગ એક કલાકમાં એરક્રાફ્ટને તેના બે એન્જિનમાંથી એકમાં સમસ્યા આવી હતી અને તેણે માનક પ્રક્રિયાઓને અનુરૂપ મે ડે એલર્ટ જાહેર કર્યું હતું. મેડેએ એવિએટર્સ દ્વારા જીવન માટે જોખમી કટોકટીનો સંકેત આપવા માટે વપરાતો શબ્દ છે. ક્વાન્ટાસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એકવાર વિમાન નીચે ઉત્તરે પછી અમારા એન્જિનિયરો દ્વારા તેનું મૂલ્યાંકન કરવામાં આવશે ત્યારે અમે આ ઘટના વિશે વધુ માહિતી શેર કરીશું.