×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઓસ્કારમાં 62 વર્ષમાં પહેલીવાર આખી દુનિયાના સ્ટાર્સની પસંદગીનું રેડ કાર્પેટ નહીં જોવા મળે

image : Envato 


હોલીવુડ હોય કે બોલીવુડ, એવોર્ડ સમારોહનું ઘણું મહત્વ હોય છે. કોઈપણ એવોર્ડ શોમાં રેડ કાર્પેટ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આજે એવોર્ડ સમારંભમાં રેડ કાર્પેટ પર દરેક જગ્યાએ સ્ટાર્સ ચમકતા જોવા મળે છે. આ રેડ કાર્પેટ પર ચાલીને જ સ્ટાર્સ તેમના સ્પેશિયલ લુક અને ડ્રેસિંગ સ્ટાઈલનું પ્રદર્શન કરે છે.  

રેડ કાર્પેટને લઈને આખી દુનિયાના સ્ટાર્સમાં ઘણો ક્રેઝ રહે છે 

બીજી તરફ ઓસ્કાર એવોર્ડ સમારોહની વાત કરીએ તો તેને લઈને આખી દુનિયાના સ્ટાર્સમાં ઘણો ક્રેઝ હોય છે. આવી સ્થિતિમાં ઓસ્કાર એવોર્ડ સમારોહના રેડ કાર્પેટ પર સ્ટાર્સ પોતાનો ચાર્મ ફેલાવવામાં કોઈ કસર બાકી રાખતા નથી. રેડ કાર્પેટ પર ચાલતા સ્ટાર્સ બાકીની દુનિયાથી સંપૂર્ણપણે અલગ દેખાવાની હોડ કરવા લાગે છે, પરંતુ આ વખતે તમને ઓસ્કાર એવોર્ડ સમારોહમાં રેડ કાર્પેટ જોવા નહીં મળે. રેડ કાર્પેટનો રંગ હવે બદલાઈ ગયો છે.

શું થયો ફેરફાર? 

1961માં શરૂ થયેલા ઓસ્કાર એવોર્ડની રેડ કાર્પેટનો રંગ બદલવામાં આવ્યો છે. 1961 એટલે કે 33મા ઓસ્કાર એવોર્ડથી દર વર્ષે રેડ કાર્પેટ પાથરવામાં આવતી હતી. આવી સ્થિતિમાં હવે 62 વર્ષ પછી આ પરંપરા બદલાઈ રહી છે. ઓસ્કારનું આયોજન કરતી એકેડેમી ઓફ મોશન પિક્ચર્સે આ વખતે લાલને બદલે ચળકાટ ધરાવતો સફેદ રંગ પસંદ કર્યો છે. અંગ્રેજીમાં 'શેમ્પેન' તરીકે ઓળખાતા આ કલરની કાર્પેટ હવે એવોર્ડ શોમાં પણ જોવા મળશે. 

ઓસ્કાર એવોર્ડ્સ 12 માર્ચે લોસ એન્જલસમાં યોજાશે

ઓસ્કાર એવોર્ડ સમારોહ 12 માર્ચે લોસ એન્જલસમાં યોજાવા જઈ રહ્યો છે, જ્યારે ભારતમાં તે 13 તારીખની સવારથી જોવા મળશે. ઓસ્કાર હોસ્ટ જીમી કિમેલે હોલીવુડના ડોલ્બી થિયેટરમાં આ કાર્પેટ લોન્ચ કર્યું હતું.