×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઓમિક્રોન વેરિઅન્ટ વિશ્વ માટે ખતરા સમાન : WHO


ઓમિક્રોનના ફફડાટથી દક્ષિણ આફ્રિકાથી આવતા જતા લોકો પર 20 દેશોનો પ્રતિબંધ

ઓમિક્રોનના નવ કેસોના પગલે બ્રિટને આકરા પ્રતિબંધો લાગુ કર્યા, અમેરિકાએ પણ પ્રવેશબંધીનો નિર્ણય લીધો : જાપાન અને ઇઝરાયેલે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી

દક્ષિણ આફ્રિકાથી આવતા જતા નાગરિકો પર પ્રતિબંધના નિર્ણયો લેનારા દેશોની ડબલ્યુએચઓએ ટીકા કરી 

વોશિંગ્ટન : કોરોના વાઇરસ બાદ હવે તેના વિવિધ વેરિઅન્ટ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવે તેવી શક્યતાઓ છે. હાલ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના અનેક કેસો વિશ્વના વિવિધ દેશોમાં જોવા મળી રહ્યા છે. જેને પગલે હવે વિશ્વ આરોગ્ય સંસૃથાએ પણ આ વેરિઅન્ટને વિશ્વ માટે ખતરો ગણાવ્યા છે અને દેશોને સાવચેત રહેવાની સલાહ આપી છે. 

જોકે કોરોનાના આ નવા વેરિઅન્ટને કારણે કોઇ મોત થયું હોવાનું સામે નથી આવ્યું પણ તે અનેક દેશોમાં ફેલાઇ ચુક્યો છે. પરીણામે હવે સાવચેત રહેવા વિવિધ દેશો દ્વારા આંતરરાષ્ટ્રીય ટ્રાવેલિંગ પર પ્રતિબંધો મુકાઇ રહ્યા છે.  વિશ્વ આરોગ્ય સંસૃથાએ દક્ષિણ આફ્રિકા પર પ્રતિબંધ મુકનારા દેશોની ટીકા કરી છે. જાપાને જાહેરાત કરી છે કે વિદેશથી આવનારાઓના પ્રવેશ પર તે પ્રતિબંધ મુકશે. પોર્ટુગિઝ પણ પ્રતિબંધો અંગે વિચારી રહ્યું છે. 

અમેરિકાએ દક્ષિણ આફ્રિકાથી આવનારાઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો હતો. ઇઝરાયેલે પણ સોમવારથી બધી જ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી દીધી અને વિદેશથી આવનારાઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો છે. જે દેશોમાં વધુ કેસો સામે આવ્યા છે તેમાં નેધર્લેન્ડમાં 13, કેનેડા અને ઓસ્ટ્રેલિયામા ંપણ બે કેસો નોંધાયા છે. બ્રિટનમાં પણ નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા હતા. અહી નવા વેરિઅન્ટના વધુ બે કેસો સામે આવ્યા છે અને કુલ કેસોની સંખ્યા નવ પર પહોંચી છે. 

સ્કોટલેંડમાં પણ નવા એમિક્રોન વેરિઅન્ટના 6 કેસો નોંધાયા છે. ફ્રાંસમાં નવા વેરિઅન્ટના આઠ શંકાસ્પદોનો લેબ ટેસ્ટ થઇ રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં પણ પાંચમો કેસ નોંધાયો છે. હાલ દક્ષિણ આફ્રિકાથી આવતા અને જતા લોકો પર આશરે 20થી વધુ દેશોએ પ્રતિબંધ મુક્યો છે. વિશ્વ આરોગ્ય સંસૃથા કોરોનાના નવા વેરિઅન્ટને લઇને અલગ અલગ નિવેદનો આપી રહ્યું છે. ડબલ્યુએચઓના જનરલ સેક્રેટરી ટેડ્રોસ એધનોમે કહ્યું હતું કે કોરોનાનો નવો વેરિઅન્ટ કેટલો ફેલાઇ શકે છે. 

ઓમિક્રોન સામે કોવિશિલ્ડ, કોવેક્સિન રક્ષણ આપી શકે : નિષ્ણાતનો દાવો

કોરોનાથી બચવા વેક્સિન લેવાની તથા માસ્ક પહેરવા જેવા કોવિડ નિયમોના પાલનની સલાહ

મુંબઈ : કોવિડની વેક્સિન કોવિશિલ્ડ તથા કોવાક્સિન બોટસ્વાના સ્વરૂપ ઓમિક્રોન (બી.1.1.259)ને નામે ઓળખવાયેલા કોરોનાવાઈરસના છેલ્લામાં છેલ્લા સ્વરૂપનો ચેપ (ઈન્ફેક્શન)લાગતાં દરદીના હોસ્પિટલાઈઝેશન કે તેના મોતની સંભાવનાને અટકાવી શકે એમ વાઈરોલોજીસ્ટો તથા ચેપી રોગોના નિષ્ણાતોએ જણાવ્યું છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિક્લ રીસર્ચ (આઈસીએમઆર)ના એપિડેમિઓલ્વેજી એન્ડ કમ્યુનિકેબલ ડિસીઝ વિભાગના ભૂતપૂર્વ વડા તથા વરિષ્ઠ વિજ્ઞાાની રમણ ગંગાખેડેકરે જણાવ્યું હતું કે ઓમિક્રોન વેક્સિનોની અસરકારકતાને કદાચ ન ગાંઠે તે સૈદ્ધાંતિક રીતે શક્ય છે. પણ આપણે જાણીએ છીએ કે આ ત્યાં ઉપલબ્ધ વેક્સિનો કોવિડને કારણે હોસ્પિટલાઈઝેશન તથા થતા મોત અટકાવે છે.

કોરોનાનાં વિવિધ સ્વરૂપોના ઈન્ફેક્શનને અટકાવવા લોકોએ રસીના બે ડોઝ લેવા જ જોઈએ તે વિશેષ કરીને માસ્ક પહેરવા જેવા કોવિડના નિયમોનું પાલન કરવું જોઈએ. કોવિડ જેવી મહામારી ફેલાવતા કોરોના જેવા જીવાણુઓ ક્યાંથી કેવી રીતે પેદા થયાં તેના અભ્યાસમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ નીમેલી 26 સભ્યોની ટીમના એક સભ્ય ગંગાખેડેકર છે.