×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઓમિક્રોન છેલ્લો નથી, કોરોનાના નવા વેરિએન્ટ આવતા રહેશેઃ WHOના વૈજ્ઞાનિકની ચેતવણી


જિનીવા,તા.9.ફેબ્રુઆરી.2022 બુધવાર

દેશમાં કોરોનાના કેસ હવે ઝડપથી ઓછા થઈ રહ્યા છે અને ઓમક્રોન વેરિએન્ટે ભારતમાં સદનસીબે વધારે ખાના ખરાબી સર્જી નથી.

જોકે આ કોરોનાનો છેલ્લો વેરિએન્ટ હતો તેવુ જો કોઈ વિચારતુ હોય તો તે વિચાર ખોટો સાબિત થઈ શકે છે.કારણકે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, કોરોનાના નવા વેરિએન્ટ સામે આવવાનો સિલસિલો રોકાવાનો નથી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કોવિડ 19ના ટેકનિકલ પ્રમુખ મારિયા વોન કહે છે કે, કોરોનાનો જે નવો વેરિએન્ટ આવશે તે વધારે સંક્રમિત કરવાની અને હાલના વેરિએન્ટ ઓમિક્રોનને ઓવરટેક કરવાની ક્ષમતા ધરાવતો હશે.આ વેરિએન્ટ ગંભીર પણ હોઈ શકે છે અને ઓછો ગંભીર પણ હોઈ શકે છે.જો એ વધારે પ્રભાવશાળી હશે તો તે ઈમ્યુનિટી સિસ્ટમને પણ ચકમો આપી શકશે.

મારિયા વોને કહ્યુ હતુ કે, ઓમિક્રોનથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા ચોંકાવનારી છે અને કેટલાલક દેશોમાં હજી તેની લહેરનુ પીક આવવાનુ બાકી છે.ઓમિક્રોનથી આખી દુનિયામાં પાંચ લાખ લોકો મોતને ભેટયા છે અને તેનાથી 13 કરોડ લોકો સંક્રમિત થયા છે.