×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઓપેક દેશોમાં ક્રૂડ ઓઈલનું ઉત્પાદન ઘટતાં, સોનાના ભાવમાં જોરદાર ઉછાળો, ફરી સોનું 60,000 રૂપિયાને પાર

Image Envato
તા. 3 એપ્રિલ 2023, સોમવાર

હમણાં છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવ ફરી આસમાને પહોચી રહ્યા છે. બે દિવસ પહેલા સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. એ પછી આજે ફરી સોનું  60,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર થઈ ગયું છે. ઓપેક દ્વારા ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં ઘટાડો કરવાના નિર્ણય કરતાની સાથે ફરી ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે, જેથી સાથે સોનાના ભાવમાં પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. હાલમાં સોનું 60045 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ વેપાર થઈ રહ્યો છે. 

સોનું ફરી 60,000 રૂપિયાની ઉપર

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં મોટી તેજી જોવા મળી રહ્યો છે. જે 1985 ડોલર પ્રતિ આઉંસ પ્રમાણે વેપાર થઈ રહ્યો છે. જેને રૂપિયાની તુલનામાં જોઈએ તો સોનું ફરી 60,000 રૂપિયાની ઉપર જોવા મળી રહ્યું છે. OPOC-પ્લસ દેશોમાં (કાચુ તેલ) ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં દરરોજ 10 લાખ બેરલનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.

કાચા તેલના ઉત્પાદનમાં કાપ મુકવાને કારણે સોનાના ભાવમાં ઉછાળો 

આ પહેલા તા. 20 માર્ચ, 2022ના રોજ મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં  સોનું રૂ. 60,000ને પાર કરી 60,418 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યું હતું. ત્યારે અમેરિકામાં બેંકિંગ કટોકટીના કારણે સોનામાં ઉછાળો જોવા મળ્યો હતો. તો હવે  OPOCદ્વારા કાચા તેલના ઉત્પાદનમાં કાપ મુકવાને કારણે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.