×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઓડિસા, બંગાળ અને ઝારખંડને 1000 કરોડ રૂપિયાની આર્થિક સહાય, PM મોદીએ કરી ઘોષણા

નવી દિલ્હી, 28 મે 2021 શુક્રવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડાનો ભોગ બનેલા બંગાળ અને ઝારખંડ અને ઓડિસાને 1000 કરોડની આર્થિક સહાયની મદદની ઘોષણા કરી છે, મોદીએ મૃતકોનાં પરિવારજનોને બે લાખ અને ગંભીર રીતે ઘાયલ લોકોને 50 હજાર રૂપિયાની મદદની પણ જાહેરાત કરી છે. તે સાથે જ ઓડિસાને 500 કરોડ રૂપિયાની મદદ તાત્કાલિક કરવામાં આવશે, તે ઉપરાંત બંગાળ અને ઝારખંડને ત્યાં થયેલા નુકસાનનાં આધારે 500 કરોડ રૂપિયા આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન મોદીની સમીક્ષા બેઠકમાં બિજેપી નેતા સુભેન્દુ અધિકારીને પણ આમંત્રણ આપવામાં આવતા મુખ્ય પ્રધાન મમતા બેનર્જી ભડક્યા હતા, સુત્રોનાં જણાવ્યા પ્રમાણે બેઠકમાં મમતા બેનર્જી અને મુખ્ય સચિવ 30 મિનિટ મોડા પહોચ્યા હતાં, CM મમતા યાસ ચક્રવાતથી થયેલા નુકસાન અંગેનાં કેટલાક ડોક્યુમેન્ટ સોંપીને તાત્કાલિક ત્યાંથી નિકળી ગયા અને કહ્યું કે બીજી પણ મિટિંગો ચાલી રહી છે, અને મારે ત્યાં પણ જવાનું છે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, રાજ્યપાલ જગદીપ ધનખડ પણ ઉપસ્થિત રહ્યા હતાં. 

PMOએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર ચક્રવાતથી થયેલા નુકસાનનું આંકલન કરવા માટે એક આંતર-મંત્રાલય ટીમ અસરગ્રસ્ત રાજ્યોનો પ્રવાસ કરશે, અને તેની રિપોર્ટનાં આધારે ભવિષ્યમાં તેમને વધુ આર્થિક મદદ પુરી પાડવામાં આવશે.