×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઓક્સિજન સંકટ વચ્ચે મોટો નિર્ણય : PM Cares Fundમાંથી એક લાખ કંસંટ્રેટર ખરીદવાનો નિર્ણય

નવી દિલહી, તા. 28 એપ્રિલ 2021, બુધવાર

દેશમાં અત્યારે કોરોના વાયરસ મહામારીને કારણે હાહાકાર મચ્યો છે. અધુરામાં પુરુ અત્યારે દોશમાં ઓક્સિજનની ભારે અછત સર્જાઇ છે. ઓક્સિજનની અછતના કારણે દરરોજ લોકોના મોતના સમાચાર વી રહ્યા છે. દર્દીના પરિજનો ઓક્સિજનો માટે આમથી તેમ ભટકી રહ્યા છે. ત્યારે આ ઓક્સિજન સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન મોદીએ પીએમ કેયર્સ ફંડમાંથી એક લાખ પોર્ટેબલ ઓક્સિજન કંસંટ્રેટર ખરીદવાની મંજૂરી આપી છે. બુધવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે અત્યારે દેશમાં જે ઓક્સિજન કટોકટિ સર્જાઇ છે તેને ધ્યાને રાખીને લિક્વિડ મેડિકલ ઓક્સિજનની સપ્લાયમાં સુધારો થઇ શકે તે માટે આજે વડાપ્રધાનની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં વડાપ્રધાને નિર્દેશ આપ્યો કે, પોર્ટેબલ ઓક્સિજન કંસંટ્રેટર વહેલી તકે ખરીદવા જોઈએ અને રાજ્યોને ઉપલબ્ધ કરાવવામાં આવે. કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોને પ્રાથમિકતા આપવામાં આવશે.

બેઠકમાં પીએમ કેર ફંડ હેઠળ પહેલેથી મંજૂર થયેલા 713 PSA પ્લાન્ટ્સ ઉપરાંત, 500 નવા ઓક્સિજન પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી હતી. એટલે કે, પીએમ કેર ફંડ દ્વારા 500 નવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે અને વહેલી તકે ઓક્સિજનનું ઉત્પાદન શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવશે. આ નવા ઓક્સિજન પ્લાન્ટ્સથી ટિયર 2 શહેરો અને જિલ્લા મથકોની હોસ્પિટલોમાં ઓક્સિજનનો પુરવઠો વધશે. આ 500 પીએસએ પ્લાન્ટ ડીઆરડીઓ અને સીએસઆઇઆર દ્વારા વિકસિત દેશી ટેક્નોલોજી દ્વારા સ્થાપિત કરવામાં આવશે. 

ઓકેસિજન કંસંટ્રેટર શું હોય છે?

ઓકેસિજન કંસંટ્રેટર એ મશીન છે, જે હવામાંથઈ ઓક્સિજનને અલગ કરે છે. હવાને પોતાની અંદર લઇને ઓકેસિજન કંસંટ્રેટર તેમાંથી અન્ય ગેસોને અલગ કરીને શુદ્ધ ઓક્સિજનની સપ્લાઇ કરે છે. ઓકેસિજન કંસંટ્રેટરને ઘરેલું ઓક્સિજન પ્લાંટસ પણ કહેવામાં આવે છે. ઘરે રહીને સારવાર લઇ રહેલા લોકો માટે આ સારો વિકલ્પ બની શકે છે.