×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઓક્સિજન અને દવાઓના વિતરણ મુદ્દે સુપ્રી કોર્ટ એક્શનમાં, ટાસ્ક ફોર્સનું ગઠન કર્યુ

નવી દિલ્હી, તા. 8 મે 2021, શનિવાર

દેશમાં અત્યારે કોરોનાના તાંડવ વચ્ચે ઓક્સિજનની અછત સર્જાઇ છે. દેશના મોટાભાગના રાજ્યોની અંદર લોકો ઓક્સિજન અને જરુરી દવાઓની અછતનો સામનો કરી રહ્યા છે. વિવિધ રાજ્યોની હાઇકોર્ટ આ અંગે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ફટકાર લગાવી ચુકી છે. ત્યારે હવે આ મુદ્દે સુપ્રીમ કોર્ટ મેદાનમાં આવી છે. દેશમાં ઓક્સિજન અને દવાઓની અછતને લઇને કેન્દ્ર સરકારે આજે એક મહત્વનો નિર્ણય કર્યો છે. કોર્ટે આજે દવાઓ અને ઓક્સિજન વિતરણ માટે 12 સભ્યોની એક રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સનું ગઠન કર્યુ છે. 

આ ટાસ્ક ફોર્સના 12 સભ્યો નીચે પ્રમાણે છે,

1. ડો. ભબતોષ વિશ્વાસ, પૂર્વ કુલપતિ - પશ્ચિમ બંગાળ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય, કોલકાતા

2. ડો. દેવેન્દ્ર સિંહ રાણા, અધ્યક્ષ – પ્રબંધન બોર્ડ, સર ગંગા રામ હોસ્પિટલ, દિલ્હી

3. ડો. દેવી પ્રસાદ શેટ્ટી, અધ્યક્ષ અને કાર્યકારી ડાયરેક્ટર, નારાયણ હેલ્થકેર બેંગલોર

4. ડો. ગગનદીપ કાંગ, પ્રોફેસર, ક્રિશ્યન મેડિકલ કોલેજ, વેલ્લોર, તામિલનાડૂ

5. ડો. જેવી પીટર, ડાયરેક્ટર - ક્રિશ્યન મેડિકલ કોલેજ, વેલ્લોર, તામિલનાડૂ

6. ડો. નરેશ ત્રેહાન, અધ્યક્ષ અને પ્રબંધક ડાયરેક્ટર, મેદાંતા હોસ્પિટલ અને હ્રદય સંસ્થાન, ગુરુગ્રામ

7. ડો. રાહુલ પંડિત, ડાયરેક્ટર  ક્રિટિકલ કેયર મેડિસિન અને આઇસીયુ, ફોર્ટિસ હોસ્પિટલ, મુલુંડ

8. ડો. સૌમિત્ર રાવત, અધ્યક્ષ અને પ્રમુખ, સર્જીકલ ગૈસ્ટ્રોએંટરોલોજી અને લિવર ટ્રાંસપ્લાંટ વિભાગ, સર ગંગારામ હોસ્પિટલ

9. ડો. શિવકુમાર, વરિષ્ઠ પ્રોફેસર અને હેપેટોલોજી વિભાગન ડાયરેક્ટર, ઇન્સ્ટિટ્યુટઓફ લિવર એન્ડ બિલીરી સાઇન્સ, દિલ્હી

10. ડો. જરીર એફ ઉદવાડિયા, કન્સલ્ટન્ટ ચેસ્ટ ફિજિસિયન, હિંદુજા બ્રિચકેન્ડી, અને પારસી જનરલ હોસ્પિટલ, મુંબઈ

11. સચિવ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકાર

12. નેશલન ટાસ્ક ફોર્સના સંયોજક પણ આના સભ્ય હશે. જે કેન્દ્ર સરકારમાં કેબિનેટ સચિવ સ્તરના અધિકારી હશે.

કોર્ટે પોતાના આદેશમાં કહ્યં કે આ ટાસ્ક ફોર્સ પરામર્શ અને સૂચના માટે કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિભાગ સાથે સલાહ અને વિચાર વિમર્શ કરવા માટે સ્વતંત્ર હશે. આ ફોર્સ કામ કરવા માટે પોતાની રીતે અલગ પ્રયાસો કરવા માટે પણ સ્વતંત્ર હશે. સુપ્રીમ કોર્ટે 12 સભ્યોની સંગઠિત નેશનલ ટાસ્ક ફોર્સના 12 સભ્યોના નામ પણ જાહેર કરી દીધા છે.