×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઓક્સિજનના અભાવે દર્દીઓના મોત નરસંહારથી ઉતરતું ન કહેવાયઃ અલાહાબાદ હાઈકોર્ટ


- જસ્ટિસ સિદ્ધાર્થ વર્મા અને જસ્ટિસ અજીત કુમારની ડિવિઝન બેંચે કેસની સુનાવણી દરમિયાન આ આકરી ટિપ્પણી કરી 

નવી દિલ્હી, તા. 5 મે, 2021, બુધવાર

કોરોના સંકટ વચ્ચે ઓક્સિજનની તંગી મામલે અલાહાબાદ હાઈકોર્ટે આકરા શબ્દોમાં ટિપ્પણી કરી છે. કોવિડના વધી રહેલા સંક્રમણ મામલે જનહિત અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે હોસ્પિટલોમાં ઓક્સિજનની તંગી અને તેના કારણે થઈ રહેલા મૃત્યુને નરસંહાર સમાન ગણાવ્યું છે. 

કોર્ટે જણાવ્યું કે, હોસ્પિટલોમાં ઓક્સિજનનો પુરવઠો ન હોવાથી કોવિડ દર્દીઓના મોત થઈ રહ્યા છે તે ગુનાહિત કૃત્ય સમાન છે. કોવિડ દર્દીઓના મોત જેમને લિક્વિડ મેડિકલ ઓક્સિજનનો પુરવઠો સુનિશ્ચિત કરવાનું કામ સોંપવામાં આવ્યું છે તેમના માટે કોઈ નરસંહારથી ઉતરતી ઘટના ન કહેવાય. જસ્ટિસ સિદ્ધાર્થ વર્મા અને જસ્ટિસ અજીત કુમારની ડિવિઝન બેંચે કેસની સુનાવણી દરમિયાન આ આકરી ટિપ્પણી કરી હતી.

આ દરમિયાન સ્ટેટ ઈલેક્શન કમિશને સોગંદનામુ દાખલ કર્યું હતું. તે સિવાય 9 જિલ્લાના ડિસ્ટ્રિક્ટ જજે કોર્ટમાં કોવિડ મામલે રિપોર્ટ દાખલ કર્યો છે. એડિશનલ એડવોકેટ જનરલ મનીષ ગોયલે કોર્ટ પાસે 2 દિવસની મુદ્દત માંગી છે. 27 એપ્રિલની પાછલી સુનાવણીના આદેશ પાલન માટે સમય માંગવામાં આવ્યો છે.