×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઐતિહાસિક ક્ષણ! આજે PM મોદી કરશે 100મી વખત 'મન કી બાત', સંયુક્ત રાષ્ટ્રને પણ ગજવશે

image : Twitter


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાતનો 100મો એપિસોડ સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં પણ પ્રસારિત કરવામાં આવશે. આ શોનો 100મો એપિસોડ આજે એટલે કે 30 એપ્રિલ, રવિવારના રોજ પ્રસારિત થશે. માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે પણ આ ખાસ અવસર પર પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, "મન કી બાતના કાર્યક્રમે મહિલાઓને આર્થિક, સશક્તિકરણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને અન્ય મુદ્દાઓ પર વિકાસના ક્ષેત્રમાં જાગૃત કરી છે."

મન કી બાત કાર્યક્રમનો 100મો એપિસોડ 

યુએનએ પણ એક ટ્વિટમાં કહ્યું હતું કે, "એક ઐતિહાસિક ક્ષણ માટે બધા તૈયાર રહેજો. પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમનો 100મો એપિસોડ  UN હેડક્વાર્ટર ખાતે ટ્રસ્ટીશિપ કાઉન્સિલ ચેમ્બરમાં પણ લાઇવ પ્રસારિત કરવામાં આવશે."

30 એપ્રિલે ન્યૂયોર્કમાં 11:00 વાગ્યે લાઇવ પ્રસારણ 

મન કી બાતનો 100મો એપિસોડ 30 એપ્રિલે ન્યૂયોર્કમાં IST સવારે 11:00 વાગ્યે લાઇવ પ્રસારણ કરવામાં આવશે. યુએન હેડક્વાર્ટર ખાતે રવિવારે આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ ઐતિહાસિક અને અભૂતપૂર્વ હશે. તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે, "મન કી બાત નેશનલ પરંપરા બની ગઈ છે. તે લાખો લોકોને ભારતની વિકાસ યાત્રામાં ભાગ લેવા માટે પ્રેરિત કરે છે."

સ્મારક સ્ટેમ્પ અને સિક્કો બહાર પડાયો હતો 

'મન કી બાત @ 100' સમારોહ દરમિયાન એક સ્મારક ટપાલ ટિકિટ અને એક સિક્કો પણ બહાર પાડવામાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેઓ તેમના રેડિયો કાર્યક્રમના 100મા એપિસોડની "આતુરતાથી રાહ જોઈ રહ્યા છે".