×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એ સમય આવી ગયો છે કે કોઈ મહિલા ભારતની ચીફ જસ્ટિસ બનેઃ ચીફ જસ્ટિસ બોબડે

નવી દિલ્હી, તા. 15 એપ્રિલ 2021, ગુરૂવારસુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ એક મહિલા વકીલની પિટિશન પર ટિપ્પણી કરી છે. તેમનુ કહેવુ છે કે, હવે સમય આવી ગયો છે કે, મહિલા પણ ભારતની ચિફ જસ્ટિસ બને. આ માટે સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ ભેદભાવ થતો નથી.ચીફ જસ્ટિસે આ ટિપ્પણી કરી છે તેની પાછળનુ કારણ એ છે કે, તાજેતરમાં એક મહિલા વકિલે પિટિશન કરીને હાઈકોર્ટમાં જજ તરીકે મહિલાઓની ભાગીદારી વધે તે માટે માંગ કરી છે. આ મહિલા વકીલનુ કહેવુ હતુ કે, ન્યાયપાલિકામાં મહિલાઓનુ પ્રમાણ માત્ર 11 ટકા છે. જે બહુ ઓછુ કહી શકાય. સુપ્રીમ કોર્ટેના પાછલા 71 વર્ષના કાર્યકાળમાં નિમાયેલા 247 જજોમાં માત્ર આઠ મહિલાઓ હતી.હાલમાં પણ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ઈન્દિરા બેનરજી એક માત્ર મહિલા જજ છે. પહેલા મહિલા જજ ફાતિમા બીબી હતા. જે 1987માં નિમાયા હતા.મહિલા વકીલનુ એમ પણ કહેવુ છે કે, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટમાં પ્રેકિટસ કરતા મહિલા વકીલોમાંથી જ કોઈની જજ તરીકે પસંદગી કરવી જોઈએ.દરમિયાન ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ કહ્યુ હતુ કે, હુ જ્યારે હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ હતો ત્યારે મેં બહુ પ્રયત્ન કર્યો હતો પણ જે મહિલા વકીલનો અમે સંપર્ક કરતા તે કહેતા કે બાળકોની અને ઘરની જવાબદારી અમારા પર છે. આ રીતે મહિલા જજની નિમણૂંકમાં ઘણી મુશ્કેલીઓ છે. પણ તમે ચિંતા ના કરો, ભારતમાં મુખ્ય ન્યાયાધીશ મહિલા બને તે સમય આવી ગયો છે.