×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એશિયનો સામે ગુનાખોરી વધતાં સત્યા નાડેલાએ ચિંતા વ્યક્ત કરી

(પીટીઆઈ) વૉશિંગ્ટન, તા. ૧૩અમેરિકામાં એશિયન મૂળના નાગરિકોને નિશાન બનાવવાનું પ્રમાણ એક વર્ષમાં ૧૫૦ ગણું વધ્યું હતું. એ બાબતે માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નાડેલાએ ચિંતા વ્યક્ત કરી હતી.સત્યા નાડેલાએ ટ્વીટ કરીને લખ્યું હતું ઃ એશિયન નાગરિકો સાથે દેશમાં થઈ રહેલી હિંસાથી હું વ્યથિત છું. આપણી અમેરિકન સોસાયટીમાં નફરત અને હિંસાને સ્થાન ન હોઈ શકે. હું આ બાબતે એશિયન નાગરિકોની સાથે છું. તેમને અન્યાય થઈ રહ્યો છે. તેેમની સાથે થઈ રહેલી હિંસાની હું ટીકા કરું છું.અમેરિકન સાંસદોએ પણ એશિયન-અમેરિકન નાગરિકો સાથે થઈ રહેલી હિંસાની ઝાટકણી કાઢી હતી. કોંગ્રેસમેન ડોનાલ્ડ પેઈની, સેનેટર ડિએની ફેઈનસ્ટીન, સેનેટર એલેક્ષ પેડિલા, એટર્ની જનરલ ટેસા ગોર્મેન વગેરેએ એશિયન સામે વધી ગયેલી હિંસા બાબતે દુઃખ વ્યક્ત કર્યું હતું અને આવી માનસિકતાની ઝાટકણી કાઢી હતી.