×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી


ન્યૂ યોર્ક તા. ૨૮

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસક ગુરુવારના સોશિયલ મીડિયા કંપની ટ્વિટરના માલિક બની ગયા હતા. એમણે આવતાની સાથે જ કંપનીમાં પોતાના માનીતા લોકોને રાખવાના અને પોતાની મરજી મુજબ કંપની ચાલશે એવો સંકેત આપી દીધો છે.

ગુરુવારે રાત્રે જ તેમણે ટ્વિટરના મૂળ ભારતીય એવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પરાગ અગ્રવાલને હાંકી કાઢ્યા હતા. આ સાથે ચીફ લીગલ ઓફિસર અને ચીફ ફાઇનાન્સ ઓફિસરની પણ હકાલપટ્ટી કરવામાં આવી છે.

૪૪ અબજ ડોલરમાં ખરીદી કર્યા પછી મસ્કે અગાઉ સંકેત આપ્યા હતા કે પોતે કંપનીના ૭૫૦૦ કર્મચારીઓમાંથી ત્રીજા ભાગના લોકોને છટણી કરી હાંકી કાઢે એવી શક્યતા છે 

‌આ ઉપરાંત, ટ્વીટર ઉપર માત્ર સાચી વ્યક્તિના જ ખાતા કાર્યરત રહે, આ સાઈટ ઉપર યોગ્ય પોસ્ટ જ ફેલાવવામાં આવે તેવી વ્યવસ્થા પણ ગોઠવશે. ટ્વીટરમાં ઘણા એકાઉન્ટ ખોટા છે અથવા તો ભળતા નામે જ ટ્વીટ કરી અસ્ત્ય ફેલાવે છે તેમજ ટ્વીટર અત્યારસુધી આવા ખોટા સંદેશને વધારે પ્રમોટ કરે છે એવું નવા માલિક એક કરતા વધારે વખત જણાવી ચૂક્યા છે.