×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એલન મસ્કને ઝટકો, પોલ કર્યો પણ પરિણામ ચોંકાવનારું આવ્યું, ટ્વિટરનું CEO પદ છોડશે?

નવી દિલ્હી, તા.19 ડિસેમ્બર-2022, સોમવાર

એલન મસ્ક ટુંક સમયમાં ટ્વિટર છોડી શકે છે. આ માટે મસ્કે એક પોલ કરાવ્યો હતો. આ પોલમાં મોટાભાગના લોકોએ તેમને ટ્વિટર છોડવા કહ્યું છે. જ્યારથી એલન મસ્કે ટ્વિટરની કમાન સંભાળી છે, ત્યારથી તેઓ ટ્વિટરમાં સતત ફેરફાર કરી રહ્યા છે. એલન મસ્ક ટ્વિટરના બૉસ બન્યા બાદ તેમના વિરોધમાં ઘણા લોકોએ પ્લેટફોર્મ પણ છોડી દીધું છે.

જોકે હવે લાગે છે કે, તેઓ પોતે ટ્વિટરનું CEO પદ છોડી શકે છે. એલન મસ્કે આજે સવારે એક પોલનું આયોજન કર્યું હતું. આ પોલમાં તેમણે યુઝર્સ પાસેથી અભિપ્રાય માગ્યો હતો કે, ‘શું તેમણે ટ્વિટર CEOનું પદ છોડી દેવું જોઈએ ?’ હવે આ પોલનું ફાઈનલ પરિણામ આવી ગયું છે.

મોટાભાગના લોકોએ તેમને પદ છોડવા કહ્યું

12 કલાક સુધી ચાલેલા પોલમાં 57.5 ટકા લોકોએ એલન મસ્કને ટ્વિટર હેડનું પદ છોડવા કહ્યું છે. જ્યારે 42.5 ટકા લોકોએ કહ્યું કે, તેમણે પદ પર રહેવું જોઈએ. આ પોલમાં 17 મિલિયન (1.70 કરોડ) યુઝર્સોએ વોટ કર્યો હતો.

અબજોપત્તિ એલન મસ્કે આ વર્ષે ટ્વિટરને 44 અબજ ડોલરમાં ખરીદ્યું હતું. ત્યારબાદ તેમણે CEO પરાગ અગ્રવાલને હટાવી પોતે CEO બની ગયા. ત્યારબાદ તેઓ ટ્વિટરમાં થનારા ફેરફારને લઈને સતત ટ્વિટ કરી રહ્યા છે.