×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એલન મસ્કની ટ્વીટના કારણે ફરી એક વખત બિટકોઈન ધડામ, 2 કલાકમાં 17 % જેટલા તૂટ્યા


- વર્ષની શરૂઆતમાં ટેસ્લાએ તેઓ પોતાની કારની ખરીદી સામે બિટકોઈનનો સ્વીકાર કરશે તેમ જાહેર કરેલું

નવી દિલ્હી, તા. 13 મે, 2021, ગુરૂવાર

ટેસ્લાના પ્રમુખ એલન મસ્કની ટ્વીટના કારણે ફરી એક વખત બિટકોઈનમાં ઘટાડો નોંધાયો છે. એલન મસ્કે એક ટ્વીટ કરી તેના 2 કલાકની અંદર જ બિટકોઈનની કિંમત 54,819 ડોલરથી ઘટીને 45,700 ડોલર થઈ ગઈ હતી. હકીકતે એલન મસ્કે ટ્વીટમાં લખ્યું હતું કે, તેમની કંપની ટેસ્લા હવે વાહન ખરીદનારાઓ પાસેથી બિટકોઈન નહીં સ્વીકારે. 

એલન મસ્કે જળવાયુ સમસ્યાના કારણે બિટકોઈન સ્વીકારવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ બિટકોઈનની કિંમત 17 ટકા સુધી ઘટી ગઈ હતી. જે પહેલી માર્ચ બાદની તેની અત્યાર સુધીની સૌથી ઓછી કિંમત છે. એલન મસ્કે લખ્યું હતું કે, 'અમે બિટકોઈન માઈનિંગ અને લેવડ દેવડ માટે જીવાશ્મ ઈંધણના ખૂબ જ ઝડપથી વધી રહેલા ઉપયોગને લઈને ચિંતિત છીએ. ખાસ કરીને કોલસો જેમાં અન્ય કોઈ પણ ઈંધણની સરખામણીએ સૌથી વધારે ઉત્સર્જન થાય છે.'

ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં ટેસ્લાએ એવી જાહેરાત કરી હતી કે તેમણે 1.5 બિલિયન ડોલરના બિટકોઈન ખરીદ્યા છે અને તેઓ પોતાની કારની ખરીદી સામે તેનો સ્વીકાર કરશે, ત્યાર બાદ બિટકોઈનની કિંમતમાં ભારે ઉછાળો આવ્યો હતો. અગાઉ પણ એલન મસ્કની ટ્વીટના કારણે ક્રિપ્ટોકરન્સીમાં ભારે ઘટાડો નોંધાયો હતો. 

આ વર્ષની શરૂઆતમાં એલન મસ્કે બિટકોઈનની વધી રહેલી કિંમતો સામે ચિંતા વ્યક્ત કરતી ટ્વીટ કરી હતી. ત્યાર બાદ ન્યૂયોર્કમાં બિટકોઈનની કિંમત 8,000 ડોલર એટલે આશરે 18 ટકા ઘટીને 50,000 ડોલરની નીચે આવી ગઈ હતી.