×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એર ઈન્ડિયા ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરનાર આરોપીના ધરપકડ

નવી દિલ્હી, તા. 7 જાન્યુઆરી 2023, શનિવાર

થોડા સમય પહેલા એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરવાની એક ગંદી હરકતની ઘટના બની હતી. જે બાદ પોલિસ ફરિયાદ થઈ હતી. એ પછી આરોપી ઘણા સમયથી નાસતો ફરતો હતો. અંતે આજે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરનાર આરોપી શંકર મિશ્રાની પોલીસે ધરપકડ કરી લીધી છે. એક માહિતી મુજબ આજે આરોપીને દિલ્હી લાવવામાં આવ્યો છે. પોલીસે તેની સામે નોટિસ જારી કરી હતી. 26 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટ ન્યૂયોર્કથી દિલ્હી આવી રહી હતી. ત્યારે પ્લેનના બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલા શંકર મિશ્રાએ 70 વર્ષની વૃદ્ધ મહિલા પર પેશાબ કર્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ IPCની કલમ 354, 294, 509, 510 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. 

3 જાન્યુઆરીએ શંકર મિશ્રાનો મોબાઈલ ફોન બેંગલુરુમાં એક્ટિવ હતો

ઘણા સમયથી નાસતાં ફરતા શંકર મિશ્રાનું છેલ્લું લોકેશન બેંગલુરુનું પકડાયુ હતું. જેમાં 3 જાન્યુઆરીએ શંકર મિશ્રાનો મોબાઈલ ફોન બેંગલુરુમાં એક્ટિવ હતો. પરંતુ ત્યારપછી તેનો ફોન સ્વીચ ઓફ થઈ જાય છે. બેંગલુરુ પહેલા દિલ્હી પોલીસ દ્વારા ઘણી ટીમો મુંબઈ મોકલવામાં આવી હતી, પરંતુ ત્યાં તેનો કોઈ અત્તો પત્તો મળ્યો ન હતો. પરંતુ પોલિસ દ્વારા તપાસ ચાલુ રાખવામાં આવી હતી જે બાદ આજે પોલિસને સફળતા મળી હતી. 

આરોપી શંકર મિશ્રાને તેની કંપની વેલ્સ ફાર્ગોએ કાઢી મુક્યો

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરવાની એક ગંદી હરકતની ઘટના બન્યા બાદ મામલો ગરમાયો હતો. અને આરોપી શંકર મિશ્રાને તેની કંપની વેલ્સ ફાર્ગોએ કાઢી મુક્યો હતો. કંપનીએ એક નિવેદન જાહેર કરતા કહ્યુ કે વેલ્સ ફાર્ગો અપેક્ષા રાખે છે કે તેના કર્મચારીઓ વ્યાવસાયિક અને વ્યક્તિગત રીતે વર્તન કરે. આ આરોપો અમને ખૂબ જ ચિંતાજનક અને ગંભીર જણાયા છે જેથી આ વ્યક્તિને વેલ્સ ફાર્ગોમાંથી દુર કરે છે. અમે આ મામલે તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ. શંકર મિશ્રા વેલ્સ ફાર્ગો કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ હતા. આ કંપની અમેરિકાની બહુરાષ્ટ્રીય નાણાકીય સેવા નિગમ સાથે સંકળાયેલી છે.

એર ઈન્ડિયાએ આરોપીઓ પર 30 દિવસનો પ્રતિબંધ મૂક્યો

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં આવી શરમજનક ઘટનાના બાબતે ડીજીસીએએ એર ઈન્ડિયાને નોટિસ પણ પાઠવી છે. એર ઈન્ડિયાએ ગુરુવારે અગાઉ DGCAને રિપોર્ટ સુપરત કર્યો હતો. જે બાદ હાલમાં એર ઈન્ડિયાએ મિશ્રા પર 30 દિવસનો પ્રતિબંધ લગાવ્યો છે. એર ઈન્ડિયાએ દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. અને આ ઉપરાંત એર ઈન્ડિયાએ મહિલાની ફરિયાદ બાદ ક્રૂ મેમ્બરની ભૂલની તપાસ કરવા તેમજ આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા એક આંતરિક સમિતિની રચના કરવામાં આવી છે.