×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એર ઈન્ડિયા ફ્લાઈટમાં પેશાબ કાંડના આરોપી શંકર મિશ્રા પર 4 મહિનાનો પ્રતિબંધ

નવી દિલ્હી, તા.19 જાન્યુઆરી-2023, ગુરુવાર

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા સાથે ગેરવર્તણૂક કરવા મામલે આરોપી શંકર મિશ્રા પર ચાર મહિનાનો પ્રતિબંધ મૂકી દેવાયો છે. એરલાઇન્સ તરફથી આ માહિતી શેર કરાઈ હતી.   ૨૬ નવેમ્બર ૨૦૨૨ના રોજ ન્યુયોર્કથી દિલ્હી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં તેણે એક વૃદ્ધ મહિલા સહયાત્રી પર દારૂના નશામાં પેશાબ કરી દીધો હતો. 

દિલ્હી પોલીસના આગ્રહ પર ઈમિગ્રેશન બ્યુરોએ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યું હતું

તેના પછી શંકર મિશ્રા વિરુદ્ધ દિલ્હી પોલીસના કહેવા પર ઈમિગ્રેશન બ્યુરોએ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યું હતું. આ ઉપરાંત આરોપી વિશે માહિતી મેળવવા માટે દિલ્હી પોલીસની એક ટીમ શંકર મિશ્રાના એક સંબંધીને ત્યાં પહોંચી હતી અને પૂછપરછ પણ કરી હતી. તે પહેલા એર ઈન્ડિયાએ પોતાના સ્તરે કાર્યવાહી કરતાં આરોપી પર ૩૦ દિવસનો યાત્રા પ્રતિબંધ મૂકી દીધો હતો. 

નો ફ્લાય લિસ્ટ શું હોય છે

આરોપી શંકર મિશ્રાની દિલ્હી પોલીસે બેંગ્લુરુથી ધરપકડ કરી હતી. તેનું નામ એરલાઈન્સ દ્વારા નો ફ્લાય લિસ્ટમાં નાખી દેવાયું છે.   નો ફ્લાય લિસ્ટ દ્વારા યાત્રીઓના વર્તનને નિયંત્રિત કરાય છે. સીધા શબ્દોમાં આ કાર્યવાહી એવા યાત્રીઓના મામલે કરાય છે જે મૌખિક, શારીરિક કે કોઈ અન્ય રીતે વાંધાજનક વર્તન દ્વારા યાત્રામાં અવરોધ પેદા કરે છે. પછી કાર્યવાહી હેઠળ યાત્રી પર એક નક્કી કે અનિશ્ચિતકાળ માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે.