×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એપ્રિલ 2022 માટે GST રેવન્યુ કલેક્શન અત્યાર સુધીમાં સૌથી વધારે 1.68 લાખ કરોડ રૂપિયા નોંધાયું


- એપ્રિલ 2022 માટેનું કુલ GST કલેક્શન એ અત્યાર સુધીનો સૌથી ઉંચો આંકડો છે, તેના પછીના ક્રમે ગયા મહિનાની 1,42,095 કરોડ રૂપિયાની આવક ગણી શકાય

નવી દિલ્હી, તા. 01 મે 2022, રવિવાર

એપ્રિલ 2022 દરમિયાન GST પેટે કુલ 1,67,540 કરોડ રૂપિયાની આવક થઈ છે જેમાં CGSTના 33,159 કરોડ રૂપિયા, SGSTના 41,793 કરોડ રૂપિયા, IGSTના 81,939 કરોડ રૂપિયા (વસ્તુઓની આયાત પેટે ઉઘરાવાયેલા 36,705 કરોડ રૂપિયાની સાથે) તથા સેસ (Cess)ના 10,649 કરોડ રૂપિયાનો (વસ્તુઓની આયાત પેટે ઉઘરાવાયેલા 857 કરોડ રૂપિયાની સાથે) સમાવેશ થાય છે.  

એપ્રિલ 2022 માટેનું કુલ GST કલેક્શન એ અત્યાર સુધીનો સૌથી ઉંચો આંકડો છે, તેના પછીના ક્રમે ગયા મહિનાની 1,42,095 કરોડ રૂપિયાની આવક ગણી શકાય. એપ્રિલ મહિનાની આવક માર્ચ મહિનાની સરખામણીએ 25,000 કરોડ રૂપિયા વધારે છે. 

સરકારે IGSTમાંથી 33,423 કરોડ રૂપિયા CGSTમાં અને 26,962 કરોડ રૂપિયા SGSTમાં સેટલ કર્યા છે. રેગ્યુલર સેટલમેન્ટ બાદ કેન્દ્ર અને રાજ્યોને વર્ષ 2022ના એપ્રિલ મહિના માટે CGST પેટે 66,582 કરોડ રૂપિયાની અને SGST પેટે 68,755 કરોડ રૂપિયાની આવક થઈ છે. 

ગુજરાતમાં કેટલો વધારો થયો

દેશમાં GST કરની આવકમાં ઐતિહાસિક ઊંચી સપાટી સાથે ગુજરાત રાજ્યમાં કરની આવકમાં 17%નો વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં એપ્રિલ માસમાં આવક 11,264  કરોડ રૂપિયા થઈ જે ગત વર્ષે 9,632 કરોડ રૂપિયા હતી.