×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એજન્ટો પાસેથી પેપર ખરીદનાર ૩૦ પરીક્ષાર્થીઓની ATS દ્વારા ધરપકડ

અમદાવાદ, ગુરૃવાર

જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના કેસમાં એટીએસ દ્વારા વધુ એક સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં એજન્ટો પાસેથી પરીક્ષાના આગળના દિવસે રૃપિયા ૧૫ જેટલી રકમ આપીને  પેપર ખરીદનાર ૩૦ જેટલા પરીક્ષાર્થીઓની ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ધરપકડ કરી છે.  આ પરીક્ષાર્થીઓમાં સાત યુવતીઓનો સમાવેશ થાય છે.  આંતરરાજ્ય પેપર લીક કૌભાંડમાં અત્યાર સુધી કુલ ૪૯ આરોપીઓની ધરપકડ થઇ ચુકી છે અને સાડા ચાર કરોડ ઉપરાંતના આર્થિક વ્યવહારો પણ સામે આવ્યા છે.પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગત ૨૯મી જાન્યુઆરીના  રોજ લેવામાં આવનારી જુનીયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી હતી.  બાદમાં પેપરલીક અંગેેની તપાસ એટીએસને સોંપવામાં આવી હતી. જેમાં આ કેસના તાર બિહાર, ઓડીશા અને  હૈદરાબાદ સુધી પહોંચ્યા હતા.એટીએસના ડીવાયએસપી એસ એલ ચૌધરી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં  બહાર આવ્યું હતું કે આ કેસનો મુખ્ય માસ્ટર માઇન્ડ ઓડીશાનો પ્રદીપ નાયક હતો.  તેણે હૈદરાબાદમાં આવેલી કે એલ હાઇ-ટેક પ્રિન્ટ નામની પ્રેસમાં કામ કરતા ઓડીશાના જ જીત નાયકને પૈસાની લાલચ આપીને જુનિયર ક્લાર્ની પરીક્ષાના પેપરની ચોરી કરાવી હતી. જે પેપર લઇને પ્રદીપે ઓડીશામાં ટયુશન ક્લાસીસ ચલાવતા  સરોજ નામના વ્યક્તિની મદદ લઇને બિહારમાં રહેતા મોરારી, કમલેશ, ફિરોઝસર્વેશમિન્ટુ, પ્રભાત અને મુકેશકુમારની મદદથી નેટવર્ક બનાવીને ગુજરાતમાં લાખો રૃપિયામાં પેપર વેચાણ કરવાનો પ્લાન બનાવ્યો હતો.  જે બાદ મિન્ટુએ મુળ બિહારના અને હાલ વડોદરામાં પાથવે એજ્યુકેશન સર્વિસ નામની ફર્મ ચલાવતા ભાસ્કર ગુલાબચંદ ચૌધરી અને દિશા એજ્યુકેશનના એમ.ડી  કેતન બારોટનો સંપર્ક કરીને પેપર વેચાણની ડીલ કરી હતી .  જે બાદ ભાસ્કર અને કેતન બારોટે  ગુજરાતના ચાર એજન્ટોને જુનીયર ક્લાર્કની પરીક્ષાનું પેપર વેચાણ કરવા માટે સુચના આપી હતી. જેમાં પરીક્ષાર્થીઓ પાસેથી પેપરની કોપીની બદલામાં ૧૫ લાખ રૃપિયાનો ચેક અને પરીક્ષાર્થીના આધાર કાર્ડ લેવામાં આવ્યા હતા.આ અંગે એટીએસ દ્વારા આરોપીઓ પાસેથી દસ્તાવેજો જપ્ત કર્યા હતા. જેમાં ેએજન્ટો પાસેથી પેપરની ખરીદી કરનારા પરીક્ષાર્થીઓની વિગતો મળી હતી. જેના આધારે અમદાવાદ, છોટા ઉદેપુર, દાહોદ, ગોધરા,મહેસાણા, સાબરકાંઠાઅરવલ્લી અને મહેસાણાથી સાત યુવતીઓ સહિત ૩૦ પરીક્ષાર્થીઓની ધરપકડ કરી હતી. જે બાદ તમામને  વડોદરા કોર્ટમાં રજૂ કરાયા  હતા.  જ્યાં કોર્ટ દ્વારા તમામને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં ૪૯ આરોપીઓની ધરપકડ થઇ ચુકી છે અને આગામી સમયમાં હજુપણ અનેક નામો બહાર આવવાની શક્યતા છે.