×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એક નાગરિક તરીકે કોરોનાની લડાઈમાં અમે સાથે છીએ, મારી બંને કોલેજો હું દર્દીઓ માટે આપુ છું!, શંકરસિંહ વાઘેલા

ગાંધીનગર, તા. 13 એપ્રિલ 2021, મંગળવાર

ગુજરાતમાં કોરોનાના કારણે સ્થિતિ કફોળી બની છે. રાજ્યમાં દિવસેને દિવસે પરિસ્થિતી વિકટ બનતી જાય છે. ત્યારે આ સમયે સ્વાસ્થ્ય કર્મીઓની સાથે સાથે અન્ય કેટલાય લોકો પણ મદદ માટે હાથ લાંબો કરી રહ્યો છે. ત્યારે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને સંબોધીને એક પત્ર લખ્યો છે.

આ પત્રમાં તેમણે લખ્યું કે,‘કોરોનાની આ લડાઈમાં આપણે સૌ સાથે છીએ. એક નાગરિક તરીકે હું સરકારને મારા ટ્રસ્ટ અને ફાઉન્ડેશન દ્વારા ચાલતી બંને કોલેજોને હોસ્પિટલ કે, કોરન્ટાઈન સેન્ટરમાં ફેરવવા માટે સોંપુ છું.’

ગાંધીનગરમાં આજથી ગલ્લાઓ બંધ

ઉલ્લેખનીય છે કે આજથી ગાંધીનગર શહેર અને જિલ્લામાં પાન-મસાલાના ગલ્લા અને દુકાનો બંધ રાખવામાંનો અમલ શરૂ થઈ ગયો છે. ગાંધીનગર શહેરમાં મોટાભાગના પાન ગલ્લા બંધ જોવા મળ્યા છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં હજુ કોઈને કોઈ જગ્યાએ ચાલુ હોવાની વાત સામે આવી છે. સોમવારે કલેકટરે જાહેરનામું બહાર પાડીને સમગ્ર ગાંધીનગર જિલ્લામાં પાનના ગલ્લા બંધ રાખવા આદેશ કર્યો હતો.

જીએમડીસી હોલને 900 બેડની હોસ્પિટલ બનાવાની કવાયત

અમદાવાદમાં કોરોના કેસ બેકાબૂ બન્યા છે. ત્યારે અમદાવાદના જીએમડીસી કેન્વેન્શન્ હોલને કોવિડ હોસ્પિટલમાં પરિવર્તિત કરવાની વિચારણા થઈ રહી છે. 900 બેડની હોસ્પિટલ GMDC કન્વેનશન હોલમાં બનાવવાની રાજ્ય સરકારની વિચારણા  છે અને હોલમાં પ્રારંભિક તૈયારીના ભાગ રૂપે ત્રણ જેટલા બેડ મુકવામાં આવ્યા.