×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એક દિવસ POK પણ કાશ્મીરનો હિસ્સો બનશેઃ એર માર્શલ અમિત દેવ

નવી દિલ્હી,તા.27 ઓક્ટોબર 2021,બુધવાર

ભારતીય સેના આજે ઈન્ફેન્ટ્રી ડે મનાવી રહી છે. આજના દિવસે એટલે કે 27 ઓક્ટોબર,1947ના રોજ પહેલી વખત ભારતીય સેનાએ પાકિસ્તાન સામે કાશ્મીરમાં જગંની શરૂઆત કરી હતી.

આજે ઈન્ફન્ટ્રી ડે નિમિત્તે વાયુસેનાના વેસ્ટર્ન કમાન્ડના વડા એર માર્શલ અમિત દેવે સંબોધન કરતા પાકિસ્તાનને સીધા શબ્દોમાં ચીમકી આપી હતી. તેમણે કહ્યુ હતુ કે, પાકિસ્તાને કાશ્મીર હડપવા માટે જાત જાતના કાવા દાવા કર્યા છે પણ ભારતીય સેનાએ ક્યારેય કાશ્મીરને પાકિસ્તાનના હાથમાં જવા દીધુ નથી.

તેમણે કહ્યુ હતુ કે, ભારતીય સેનાએ હંમેશા કાશ્મીરની સુરક્ષા કરી છે. અમને પૂરો વિશ્વાસ છે કે, એક દિવસ પાકિસ્તાનના કબ્જા હેઠળનુ કાશ્મીર પણ જમ્મુ કાશ્મીરનો હિસ્સો બનશે અને કાશ્મીર સંપૂર્ણ રીતે આતંકવાદથી મુક્ત બનશે.

ભારતીય વાયુસેનાના ટોચના અધિકારીની આ પ્રકારની ચીમકી બાદ પાકિસ્તાનની સરકારમાં પણ ખળભળાટ મચી ગયો છે.