×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એકસાથે બે ડિગ્રી કોર્સ કરી શકશે વિદ્યાર્થીઓ : UGCએ આપી મંજૂરી

નવી દિલ્હી, તા 12 એપ્રિલ 2022,મંગળવાર

ભારતમાં હાલ એક જ ડિગ્રી કોર્સ કરવો માન્ય છે. ભારતની વર્તમાન શિક્ષણ પ્રણાલી એક સાથે બે ડિગ્રી કોર્સની પરવાનગી વિદ્યાર્થીઓને આપતી નથી. જોકે સરકાર નવી યુગની નવી શિક્ષણ નીતિ ઘડવાની તૈયારી કરી રહ્યું છે. આ સંદર્ભે આજે યુજીસી દ્વારા મંજૂરી પણ આપવામાં આવી છે.

મંગળવારે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(UGC)ના ચેરમેન જગદીશ કુમારે કહ્યું કે આજના શિક્ષણની માંગ સાથે અમે શિક્ષણ પ્રણાલીમાં ફેરફાર કરી રહ્યાં છે અને ભારતમાં વિદ્યાર્થીઓને એક જ સાથે બે ડિગ્રી કોર્સની પરવાનગી આપીએ છીએ. આ અંગેની આધિકારીક જાહેરાત અને ગાઈડલાઈન ટૂંક સમયમાં કરવામાં આવશે તેમ કુમારે ઉમેર્યું હતું.

રસપ્રદ વાત એ છે કે વિદ્યાર્થી એક જ કોલેજમાંથી બે ડિગ્રી કોર્સ કરી શકશે અથવા બે અલગ-અલગ કોલેજમાંથી તો બે કોર્સ કરી શકશે પરંતુ વિદ્યાર્થીઓને હવે બે અલગ-અલગ યુનિવર્સિટીમાંથી એક સાથે બે સંપૂર્ણ સમયના સ્નાતક કક્ષા(ફૂલ ટાઈમ ડિગ્રી)ના કોર્સ કરવાની મંજૂરી આપવા જઈ રહ્યાં છીએ અને જો વિદ્યાર્થી ઈચ્છે તો એક કોર્સ ભારતની યુનિવર્સિટી અને એક કોર્સ વિદેશની કોઈ કોલેજમાં એક સાથે કરી શકશે. આ તમામ એક સાથે થતા ડિગ્રી કોર્સ ભારતમાં માન્ય રહેશે ભલે તે ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય.

આગામી સત્રથી સરકાર આ નવી શિક્ષણ વ્યવસ્થા લાગુ કરી શકે છે અને તે ભારતના વિદ્યાર્થીઓના ભવિષ્યની અને દેશની શિક્ષણ વ્યવસ્થાની કાયાપલટ કરી શકે છે.