×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉમેશ પાલ મર્ડર કેસ : અતીક અહેમદના નજીક સાથીદારનું એન્કાઉન્ટ, ફતેહપુરમાંથી કરાઈ ધરપકડ

ફતેહપુર, તા.26 માર્ચ-2023, રવિવાર

ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં 25 હજારનો ઈનામી બદમાશ જરાર અહેમદની ધરપકડ કરાઈ છે. ઉમેશ પાલ મર્ડર કેસ બાદ જરારનું નામ ચર્ચાએ ચઢ્યું હતું. તાજેતરમાં ફતેહપુરમાં સર્ચ ઓપરેશન કરાતું હતું. જરાર અહેમદ  ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ ફતેહપુરમાં તેના ભાઈના ઘરે બુલડોઝરની કાર્યવાહી થઈ હતી. હવે જરારની ધરપકડ કરાઈ છે. પોલીસે એન્કાઉન્ટર જરારનું એન્કાઉન્ટર કર્યું હતું, જેમાં તેને જમણા પગમાં ગોળી વાગી છે. જરાર માફિયા ડોન અતીક અહેમદનો નજીકનો હોવાનું કહેવાય છે. તેના પર ઉમેશ પાલ પર હત્યારાઓને મદદ કરવાનો આરોપ છે.

જરારના એન્કાઉન્ટર મુદ્દે પોલીસ દ્વારા જાણકારી અપાઈ છે. પોલીસના જણાવ્યા મુજબ જરારની સતત શોધખોળ ચાલી ચાલી રહી હતી. પોલીસને ઝફર અહેમદનું લોકેશન ખાખરેરુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યારબાદ અહીં પોલીસ અને સ્વાટની ટીમે તેને પકડવા ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસે ઓપરેશન શરૂ કરતાં જરાર અહેમદ તરફથી ફાયરિંગ શરૂ થઈ ગયું હતું. ટીમોએ જવાબી કાર્યવાહી કરતા જરારને જમણા પગમાં ગોળી વાગી હતી. ત્યારબાદ માફિયા અતીક અહેમદનો નજીકનો કહેવાતો અને 25000 ઈનામી બદમાશ જરાર અહેમદને પોલીસ પકડી લીધો છે.

પોલીસે એન્કાઉન્ટરની માહિતી આપી

ફતેહપુર પોલીસે જણાવ્યું કે, જરાર અહેમદ પાસેથી હથિયાર અને દારૂગોળો પણ મળી આવ્યો છે. તેના કબજામાંથી 1 એનપી બોરની રાઈફલ, 2 હોલો અને 4 જીવતા કારતૂસ મળી આવ્યા છે. આ મામલે ખાખરેરૂ પોલીસ અને SWAT ટીમને સફળતા મળી છે. જરારની ધરપકડ થયા બાદ પોલીસને ઉમેશ પાલ હત્યા કેસમાં મહત્વની બાબતો જાણવા તેમજ પુરાવા એકત્ર કરવામાં મદદ મળી શકે છે.

જરાર પર હત્યા સહિત 8 કેસ

જરાર અહેમદ પર હત્યાનો આરોપ છે. તેના વિરુદ્ધ 8 કેસ નોંધાયેલા છે. પોલીસે તેના પર 25000નું ઈનામ જાહેર કર્યું છે. પોલીસ અધિકારીએ આ એન્કાઉન્ટરની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, સ્વાટ ટીમ અને ખાખરેરુ પોલીસ સ્ટેશના કર્મચારીઓએ કુલ્લી ગામના જંગલોમાં કાર્યવાહી કરી હતી. જરારના પિતા અને બંને ભાઈઓ પર પણ કાર્યવાહી કરાઈ છે. ગત દિવસોમાં જ જરારનો ભાઈ મોહમ્મદ અહેમદે આત્મસમર્પણ કર્યું હતું. તેની પાસેથી ગેરકાયદેસર હથિયારો કબજે કરાયા હતા. મોહમ્મદ અહેમદ જેલમાં છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે જરાર અહેમદ હિસ્ટ્રીશીટર છે. તેની પાસેથી ગેરકાયદેસર હથિયારો પણ મળી આવ્યા છે. એન્કાઉન્ટરમાં ઘાયલ થયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.