×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉત્તર પ્રદેશ STF દ્વારા મોટા ષડયંત્રનો પર્દાફાશ : PFI સાથે જોડાયેલા બે લોકોની ધરપકડ, અનેક જગ્યા પર વિસ્ફોટની હતી યોજના

લખનઉ, તા. 16 ફેબ્રુઆરી 2021, મંગળવાર

ઉત્તર પ્રદેશ પોલીસ અને એસટીએફની સંયુક્ત ટીમે લખનઉમાંથી પીએફઆઇના બે સભ્યોની ધરપકડ કરી છે. આ બંને પાસેથી ભારે માત્રામાં વિસ્ફોટક અને હથિયાર મળ્યા છે. પોલીસનું માનવું છે કે આ બંને વ્યક્તિ કોઇ મોટા ષડયંત્રને અંજામ આપવાની તૈયારીમાં હતા.

ઉત્તર પ્રદેશના એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે આ વિશે એક પ્રેસ કોન્ફરન્સમાં માહિતિ આપી છે. તેમણે જણાવ્યું કે એસટીએફ દ્વનારા મોટા ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એવા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમની પાસે ભારે માત્રામાં હથિયાર, વિસ્ફોટક, ડેટોનેટર અને દસ્તાવેજ હતા. આ બધા વસ્તુ પોલીસે જપ્ત કરી છે. પકડાયેલા બંને વ્યક્તિનો સંબંધ પીએફઆઇ સાથે છે. 

તેમણે આગળ જણાવ્યું કે વસંત પંચમી ઉપર વિવિધ કાર્યક્રમોમાં વિસ્ફોટ કરવાની તેમની યોજના હતા. તેમણે આગળ કહ્યું કે જે બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી તેમની ઓળખ કેરળના રહેવાસી અંસદ બદરુદ્ન અને ફિરોજ ખાન તરીકે થઇ છે. તેમની પાસેથી 16 વિસ્ફોટક. એક પિસ્તોલ, સાત કારતૂસ સહિત અનેક વસ્તુઓ મળી છે. પ્રશાંત કુમારે જણાવ્યું કે છેલ્લા એક વર્ષની અંદર આ સંગઠન સાથે જોડાયેલા 123 લોકોની ધરપકડ કરવામાં આવી છે.