×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉત્તર પ્રદેશ : યમુના નદીમાં અનેક લાશો દેખાતા હડકંપ, ગામડાઓની સ્થિતિ બદતર, લોકો મૃતદેહ યમુનામાં પ્રવાહિત કરી રહ્યા છે

- યોગી સરકારના સબ સલામતની દાવાઓ પોકળ, હમીરપુર અને કાનપુરના ગ્રામીણ વિસ્તારોમાં મૃત્યુનું તાંડવ

- ગામડાઓમાં હવે ખેતરોની અંદર લોકોના અંતિમ સંસ્કાર થઇ રહ્યા છે

નવી દિલ્હી, તા. 7 મે 2021, શુક્રવાર

ઉત્તર પ્રદેશમાં કોરોનાના કારણે સ્થિતિ બદથી બદતર છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. લોકો કોરોનાના કારણે ટપોટપ મરી રહ્યા છે. ગામડામાં પુરતી સુવિધા અને સંસાધનોના અભાવે લોકો ટપોટપ મરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના ગામડાઓની સ્થિતિનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે હમીરપુર જિલ્લામાં યમુના નદીમાં અનેક લાશો તરી રહી છે. ગામડાઓમાં એટલા મોત થઇ રહ્યા છે કે લોકો તેના અગ્નિસંસ્કાર કરવાના બદલે સીધા યમુના નદીમાં પ્રવાહિત કરી રહ્યા છે.

શુક્રનારે જ્યારે યમુના નદીમાં અચાનક અનેક લાશો તરતી જોઇને આખા વિસ્તારમાં હકંપ મચ્યો છે. સ્થાનિક લોકોએ પોલીસને સૂચના આપી, તો પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી. પોલીસે જણાવ્યું કે અનેક લાશો યમુનામાં તરી રહી છએ. જાણવા મળતી માહિતિ પ્રમાણે કાનપુર અને હમીરપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોના મોત થઇ રહ્યા છે. તમામ લાશોને ગ્રામીણો દ્વારા યમુના નદીમાં પ્રવાહિત કરી રહ્યા છે. 

પોલીસ અધિકારીઓ જણાવ્યું કે જ્યારે પોલસકર્મીઓ ઘટનાસ્થળ પહોંચ્યા તો ત્યાં ગામલોકો ટ્રેક્ટરમાં લાવેલા બે મૃતદેહને યમુનામાં પ્રવાહિત કરી રહ્યા હતા. ત્યાના સ્થાનિક બાળકોએ પણ જણાવ્યું કે તેમની સામે જ અનેક લાશોને નદીમાં પ્રવાહિત કરવામાં આવી છે. બાળકોએ જણાવ્યું કે છએલ્લા કેટલાક દિવસોથી આ રીતે મૃતદેહોને યમુનામાં પ્રવાહિત કરાઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હમીરપુર જિલ્લમાંથી પસાર થતી યમુના નદીના ઉત્તરના કિનારે કાનપુર છે અને દક્ષિણના કિનારે હમીરપુર છે. 

કાનપુર અને હમીરપુરના લોકો યમુના નદીને મોક્ષદાયિની નદી માને છે અને ત્યા મૃત્યુ બાદ લાશને નદીમા પ્રવાહિત કરવાની પરંપરા છે. સામાન્ય દિવસોમાં એક કે બે લાશ તો ત્યાં યમુનામાં હોય છે, પરંતુ અતયારે યમુનામાં જાણે કે લાશોનું પૂર આવ્યું છે. જેનાથી અંદાજો લગાવી શકાય છે કે ગ્રામીણ વિસ્તારમાં કેટલા લોકો મરી રહ્યા છે.

અવા પણ સમાચાર આવી રહ્યા છે કે ગામડાઓમાં હવે ખેતરોની અંદર લોકોના અંતિમ સંસ્કાર થઇ રહ્યા છે. આ તમામ મોત એવા છે કે જેનો સરકાર પાસે કોઇ હિસાબ નથી. એક તરફ યોગી સરકાર સબ સલામતના દાવાઓ કરે છે, જ્યારે બીજી તરફ વાસ્તવિકતા કંઇક અલગ જ છે.