×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉત્તર પ્રદેશ : પંચાયતની મતગણતરીમાં ગોટાળાના આરોપ સાથે ટોળાએ પોલીસ ચોકી અને વાહનોમાં આગ લગાવી

લખનઉ, તા. 5 મે 2021, બુધવાર

ઉત્તર પ્રદેશ પંચાયત ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ગોરખપુર જિલ્લામાં હિંસા અને આગજનની ઘટનાઓ બની છે. સાથે જ હારનાર ઉમેદવારને સર્ટિફિકેટ આપવાના આરોપ સાથે એક પક્ષ દ્વારા રોડ જામ કરીને બાજાર પોલીસ ચોકીને આગ લગાવી દીધી છે. આ ઘટના ગોરખપુરના બ્રહ્મલોક વિસ્તારનો છે, જ્યાં મતગણનામાં ગોટાળાનો આરોપ લગાવીને ગામલોકોએ હોબાળો કર્યો છે.

અવો આરોપ લગાવવામાં આવ્યો છે કે હારનાર ઉમેદવારને જીતનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આવા આરોપ સાથે બે ઉમેદવાર અને તેમના સમર્થકો ધરણા પર બેસી ગયા છે અને ચક્કાજામ કર્યો છે. આટલેથી ના અટકતા ટોળાએ પોલીસ ચોકી અને સાથએ એક ટ્રક તેમજ બાઇકમાં આગ લગાવી દીધી છે. સાથે જ અન્ય વાહનોમાં પણ તોડફોડ કરી છે.

આ ઘટના દરમિયાન પોલીસ સ્ટેશનની અંદર પોલીસકર્મીઓ પણ હતા. જેમણે જેમ તેમ કરીને જીવ બચાવ્યો છે. ઘટનાની જાણ થતા ગોરખપુર એસપી અને અન્ય કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. વોર્ડ નંબર 60ના જિલ્લા પંચાયત ઉમેદવાર રવિ પ્રતાપ નિષાદને મતગણના દરમિયાન જીત મેળવી, પરંતુ સર્ટિફિકેટ ગોપાલ યાદવને આપવામાં આવ્યું. તો આ તરફ વોર્ડ નંબર 61માં કોઇદ નિષાદ વિજયી બન્યા હતા, તેમની જગ્યાએ રમેશ યાદવને પ્રમાણ પત્ર આપવામાં આવ્યું.


જેના કારણે જે લોકો વિજયી બનયા હતા તેમણે ધરણા કર્યા અને તેમના સમર્થકોએ આગજની અને તોડફોડ કરી. પથ્થરમોરો કરવામાં આવ્યો અને પોલીસ ચોકીમાં આગ લગાવી. પોલીસે ઘટના સ્થળ પર આવીને ગ્રામલકોને શાંત કરાવ્યા. ત્યારબાદ હવે આ અંગે વધારે તપાસ હાથ ધરવામાં આવી છે.