×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉત્તર પ્રદેશ : તળાવમાં ન્હાવા પડેલા 5 બાળકોના ડુબી જતા મોત, નજરે જોનાર બાળકે જણાવી આખી ઘટના

રાયબરેલી, તા.08 જુલાઈ-2023, શનિવાર

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં એક દુઃખ ઘટના સામે આવી છે. અહીં તળાવમાં ન્હાવા પડેલી 4 માસુમ બાળકી સહિત 5 લોકોના દર્દનાક મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ બાળકો વરસાદના પાણીમાં નાહતા-નાહતા તળાવ તરફ પહોંચી ગયા હતા અને અહીં ન્હાવા પડતા ડુબી જતા મોત થયું... ગામમાં એક સાથે 5 બાળકોના મૃત્યુ થતા હાહાકાર મચ્યો છે. દરમિયાન સ્થળ પહોંચેલી પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.


ઘટનાને નજરે જોનારે આખી ઘટના કહી

ઉલ્લેખનિય છે કે, આ દુઃખદ ઘટના રાયબરેલીના ગદાગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મંગતા ડેરા મજરે બાંસી રિયાસત ગામમાં બની છે. આ ઘટના નજરે જોનાર એક બાળકે જણાવ્યું કે, તમામ લોકો વરસાદમાં ઘરની બહાર રમી રહ્યા હતા... આ દરમિયાન અચાનક એક એક કરતા તમામ તળાવમાં ન્હાવા માટે ઉતર્યા... તમામ લોકો થોડીવાર સુધી તળાવના કિનારે ન્હાતા રહ્યા... પરંતુ થોડા સમય બાદ 2 બાળકો તળાવમાં આગળ સુધી પહોંચી ગયા... જ્યાં તળાવ વધુ ઊંડું હોવાથી તેઓ ડુબવા લાગ્યા અને તેમની પછળ અન્ય 3 બાળકો પણ ગયા... એક એક કરીને પાંચેય બાળકો ડુબી ગયા...

4 બાળકી અને 1 બાળકનું મોત

એક બાળકે તમામને ડુબતા જોઈ તુરંત ગામમાં દોડ્યો અને લોકોને બોલીવા લાવ્યો... ત્યારબાદ ગ્રામજનોએ તળાવમાંથી બાળકોને બહાર કાઢ્યા, જોકે ત્યાં સુધીમાં તમામ બાળકોના મોત નિપજ્યા હતા. આ ઘટનામાં રીતુ (ઉ.વ.8), સોનલ (ઉ.વ.10), વૈશાલી (ઉ.વ.12), રૂપાલી (ઉ.વ.9) અને અમિત (ઉ.વ.8)ની દુઃખદ મોત નિપજ્યું છે. ગામમાં એક સાથે પાંચ બાળકોના મોત થતા હાહાકાર મચ્યો છે. ઘટનાની જાણ થતા સ્થળ પર પહોંચેલા જિલ્લા વહિવટી તંત્ર તેમજ પોલીસ વિભાગના અધિકારીઓએ ગ્રામજનોને સમજાવી શાંત કર્યા છે... સાથે જ મહેસુલ કર્મચારીઓ દ્વારા મૃતકોના પરિજનોને વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.











#UttarPradesh #Raebareli #ChildDrowning #रायबरेली #उत्तरप्रदेश