×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં પોલીસ પર હૂમલો : એક સિપાહીનું મોત, ઇન્સ્પેક્ટર ગંભર રીતે ઘાયલ

નવી દિલ્હી, તા. 9 ફેબ્રુઆરી 2021, મંગળવાર

ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં આજે કાનપુરના બિકરુ જેવું કાંડ થતા થતા રહી ગયું છે. બિકરુમાં જે રીતે ગેંગસ્ટર વિકાસ દુબેએ પોલીસ પર હૂમલો કર્યો હતો, તે જ રીતે કાગંજ જિલ્લામાં નકલી દારુના ધંધાને બંધ કરાવવા માટે પહોંચેલી પોલીસ પર જીવલેણ હૂમલો કરવામાં આવ્યો. માત્ર એટલું જ નહીં પણ આ નકલી દારુનો ધંધો કરતા માફીયાઓએ પોલીસના ઇન્સ્પેક્ટર અને સિપાહીને ગાયબ કરી દીધા. બાદમાં ઇન્સ્પેક્ટર ગંભીર રીતે ઘાયલ થયેલી હાલતમાં એક ખેતરમાંથી મળી આવ્યા અને સિપાહીની લાશ એક બીજી જગ્યાએથી મળી આવી.

આ ઘટના કાસગંજ વિસ્તારના સિઢપુરા ક્ષેત્રની છે. જ્યાં નગલા ધીમર ગામની અંદર મોટાપાયે નકલી દારુનો વેપાર થાય છે. પોલીસને આ વાતની સુચના મળી હતી. જેના આધારે પોલીસ ટીમ મંગળવારે તે ગામની અંદર દરોડા પાડવા માટે ગઇ. આ વાતની જાણ માફીયને પહેલાથી જ થઇ ગઇ અને પરિણામે તેમણે પોલીસને ઘેરીને તેના ઉપર હૂમલો કર્યો. ત્યારબાદ સિપાહી દેવેન્દ્ર અને ઇન્સ્પેક્ટર અશોકને બંધક બનાવી લીધા.

બાકીના પોલીસવાળાને કંઇક સમજાય તે પહેલા માફીયાઓએ બંને પોલીસકર્મીઓને ગાયબ કરી દીધા. બાદમાં ઇન્સ્પેક્ટર અશોક લોહીલુહાણ હાલતમાં ગામના એક ખેતરમાંથી મળ્યા. તો જ્યારે સિપાહીની શોધ કરવામાં આવી તો તેની લાશ બીજી જગ્યા પર મળી છે. જેની માફિયાઓ દ્વારા ઘાતકી રીતે હત્યા કરવામાં આવી છે.

પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઇને તપાસ આદરી છે. મોટી સંખ્યામાં પોલીસ દળો ઘટના સ્થળ પર બોલાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની માહિતિ મેળવી છે અને આરોપીઓ ઉપર NSA લગાવવાનો પણ આદેશ આપ્યો છે.