×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉત્તર-પૂર્વના ત્રણેય રાજ્યોનું આજે પરિણામ થશે જાહેર, થોડીવારમાં જ મતગણતરી શરુ થશે

Image : Twitter

નવી દિલ્હી, 02 માર્ચ 2023, ગુરુવાર

આજે ઉત્તર-પૂર્વના ત્રણેય રાજ્યોનું આજે પરિણામ આજે જાહેર થશે. ત્રણેય રાજ્યોમાં કોની સરકાર બનશે તેનુ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. થોડીવારમાં જ મતગણતરી શરુ કરવામાં આવશે. પહેલા બેલેટની મતગણી શરુ થશે ત્યાર બાદ 8:30 વાગ્યે ઈવીએમમાં પડેલા મતોની ગણતરી શરુ થશે.

ભારતના ઉત્તર-પૂર્વના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં આજે કડક સુરક્ષા વચ્ચે મતગણતરી શરુ કરવામાં આવશે. ત્રણેય રાજ્યોમાં મત ગણતરીની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ત્રણેય રાજ્યોમાં 60 સભ્યોની વિધાનસભા છે. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ 60 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી જ્યારે મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ 59-59 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. આગામી લોકસભાની ચૂંટણી પહેલા આ ક્ષેત્રોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ પર રાજકીય પક્ષો સહિત સૌની નજર રહેશે.

મતોની ગણતરી સવારે 8.30 વાગ્યાથી શરૂ થશે

મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના ડેપ્યુટી કમિશનરએ જણાવ્યું હતું કે 14 વિધાનસભા બેઠકો માટે મત ગણતરી શિલોંગના પોલો ગ્રાઉન્ડમાં થશે. પોસ્ટ બેલેટની મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થશે. સવારે 8.30 વાગ્યાથી EVMના મતોની ગણતરી શરુ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યુ હતું કે સુરક્ષા પ્રોટોકોલને લઈને વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે. કાઉન્ટિંગ હોલમાં માત્ર અધિકૃત લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. માત્ર ગણતરીના કર્મચારીઓ અને સુપરવાઈઝર અંદર જઈ શકશે. પ્રોટોકોલનું પાલન કરવા માટે અમે રાજકીય પક્ષો સાથે પણ ચર્ચા કરી છે. કોઈપણ અનધિકૃત વ્યક્તિને અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં.