×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉત્તર-પશ્ચિમ ભારતમાં ફરી ભારે વરસાદ શરુ, IMDએ આ રાજ્યોમાં જાહેર એલર્ટ

Image Envato 

નવી દિલ્હી, તા. 23 જુલાઈ 2023, રવિવાર

દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને પૂર બાદ હવે ફરી એકવાર ઉત્તર ભારતમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે મંગળવારે ઉત્તર ભારતમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આજે રવિવારના રોજ જણાવ્યું હતું કે, તા. 25 જુલાઈથી ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. જેમા હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ

ભારતીય હવામાન વિભાગે રવિવારે ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્ર માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. કારણ કે આ વિસ્તારોમાં 204.4 મીમીથી પણ વધારે વરસાદ થવાની સંભાવના રહેલી છે. આગામી સોમવારથી ગુરુવાર સુધી મધ્ય મહારાષ્ટ્રને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કારણ કે પાલઘર, થાણે અને રાયગઢ સહિતના સાત જિલ્લાઓમાં 115.6 મીમી અને 204.4 મીમી વચ્ચે વરસાદ પડવાની સંભાવના છે. આ આગાહી સાથે સાથે  IMDએ સલાહ આપતાં કહ્યું હતું કે જે વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના છે તેવા વિસ્તારોમા ન જવા માટે અપીલ કરી હતી.

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનમાં ગુરુવાર સુધી હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે

આ ઉપરાંત હવામાન વિભાગના કહેવા પ્રમાણે ઉત્તર-પશ્ચિમ ભારતમાં 1 જૂનથી 23 જુલાઈ સુધીમાં 318.8 મિમી એટલે કે 40% થી વધુ વરસાદ નોંધાયો હતો. તો આ બાજુ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનમાં ગુરુવાર સુધી હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે પરંતુ વ્યાપક પ્રમાણમાં વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં મંગળવારથી ગુરુવાર સુધી ભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે. આ સાથે પશ્ચિમ રાજસ્થાનમાં મંગળવાર અને બુધવાર તો ગુરુવારે જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં વરસાદ થવાની સંભાવના રહેલી છે. આવું એટલા માટે થઈ રહ્યુ છે કે કારણ કે સક્રિય મોનસૂન રેખા તેની સામાન્ય સ્થિતિથી દક્ષિણ તરફ આગળ વધી રહી છે તેથી આગામી બે-ત્રણ દિવસ દરમિયાન પશ્ચિમથી ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધે તેવી સંભાવના રહેલી છે.