×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉત્તરાખંડ-હિમાચલમાં ભારે બરફવર્ષા, બદરીનાથ ધામ આઠ ફૂટ બરફમાં ઢંકાયુ, ઠંડી વધવાની શક્યતા


ઉત્તરાખંડ, તા. 8. ફેબ્રુઆરી 2022 શુક્રવાર

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષા થયા બાદ ફરી ઠંડી વધી રહી છે.

દરમિયાન ઉત્તરાખંડના યાત્રાધામ બદ્રીનાથ ધામમાં બરફની મોટી ચાદર પથરાઈ ગઈ છે.બદરીનાથ ધામમાં ચારે તરફ બરફ જ બરફ જોવા મળી  રહ્યો છે.હાલમાં બદ્રીનાથ ધામમાં પાંચ થી આઠ ફૂટ બરફ જોવા મળી રહ્યો છે.

કુદરતે જાણે બદ્રીનાથ ધામ પર બરફનો શણગાર કરી દીધો છે.જેના કારણે આ આ યાત્રાધામ અલૌકિક સ્વરુપ ધારણ કરેલુ દેખાઈ રહ્યુ છે.

જોકે બરફ વર્ષાએ લોકો માટે મુસિબત પણ સર્જી છે અને રસ્તાઓ પર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે.

જોશીમઠ ખાતે પણ નિચાણવાળા અને ઉંચાણવાળા વિસ્તારોમાં પણ ભારે બરફ પડ્યો છે.નૈનિતાલમાં પણ બરફવર્ષા થઈ છે.

જ્યારે હિમાચલ પ્રદેશમાં પણ સિમલા સહિતના સ્થળોએ બરફ પડ્યો છે.જેના પગલે 600 કરતા વધારે રસ્તાઓ પર અવર જવર પ્રભાવિત થઈ છે.સંખ્યાબંધ ગામડાઓ અને શહેરોમાં વીજ પૂરવઠો પણ ખોરવાઈ ગયો છે.