×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉત્તરાખંડ જળપ્રલય : પાણીના પ્રચંડ પ્રવાહના કારણે ત્રણ પૂલોનો નાશ થયો, સરહદ પરની ચોકીઓ સાથે ITBPનો સંપર્ક તૂટ્યો

- ITBPના 250 કરતા પણ વધારે જવાનો બચાવ અને રાહત કાર્યમાં લાગ્યા

ચમોલી, તા. 7 ફેબ્રુઆરી 2021, રવિવાર

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટવાના કારણે ભારે તારાજી સર્જાઇ છે. ગ્લેશિયર તૂટવાના કારણે સવારે લગભગ 10:45 કલાકે ઋષિ ગંગા નદીમાં અચાનક ધસમસતા પ્રવાહ સાથે પૂર આવ્યું ને રસ્તામાં જે કંઇ પણ આવ્યું તેનો નાશ કર્યો છે. જેના કારણે Eસપાસના વિસ્તારમાં અફરા તફરી પણ સર્જાઇ હતી. પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે રેણી ગામની નજીક ઋષિ ગંગા નદી નજીક આવેલા પાવર પ્રોજેક્ટનો સંપૂર્ણ નાશ થયો છે. 

વર્તમાન સમયે રાહત અને બચાવ કાર્ય શરુ છે. ત્યારે ITBP (Indo-Tibetian Border Police)ના જણાવ્યા પ્રમાણે રેણી ગામની અંદર ઓછામાં ઓછા ત્રણ પૂલનો નાશ તયો છે. જેના કારણે સરહદ પર આવેલી કેટલીક ચોકીઓ સાથે ITBPનો સંપર્ક તૂટી ગયો છે. જે પૂલનો નાશ થયો છે તેની અંદર એક પૂલ સીમા સડક સંગઠનનો પણ છે. આ પૂલનો ઉપયોગ સેના દ્વારા સરહદ પર જવા અને માલ સામાન પહોંચાડવા માટે થતો હતો.

જોશીમઠ મલેરિયા હાઇવે ઉપર બીઆરઓનો પૂલ સંપૂર્ણ રીતે નાશ પામ્યો છે. ત્યારબાદ સેનાએ પૂલ બાંધવામાં નિષ્ણાંત પોતાના જવાનોને ત્યાં મોકલ્યા છે. તો તરફ રાહત કાર્યની વાત કરે તો તપોવન ટનલમાં ફસાયેલા 16 લોકોને સેનાએ બચાવા લીધા છે. ત્યાંથી આગળ આવેલી એક ટનલમાં અન્ય લોકો ફસાયા હોવાની શક્યતા છે.

નદીની ઉપર આવેલા અને નજીકના ગમોને જોડતા અન્ય બે પૂલો પણ નાશ પામ્યા છે. ITBP દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે અત્યારે બચાવ અને રાહત કાર્યમાં ITBPના 250 કરતા પણ વધારે જવાનો લાગેલા છે.