×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉત્તરાખંડ : ઋષિકેશ દેશની પહેલી એઈમ્સ જ્યાં ડ્રોનની મદદથી દવાઓની ડિલિવરી શરુ કરાઈ

image : facebook / Envato


નવી દિલ્હી, તા 16, ફેબ્રુઆરી, 2023,ગુરુવાર

ઉત્તરાખંડમાં મેડિકલ સેવામાં નવી ક્રાંતિ થઇ રહી છે. હવે ઋષિકેશ એઈમ્સથી ટિહરી સુધી દવા ડ્રોનની મદદથી પહોંચાડવામાં આવી રહી છે. ઋષિકેશ એઈમ્સ દેશભરમાં પ્રથમ એઈમ્સ બની ગઈ છે જ્યાં ડ્રોન ટેક્નોલોજીની શરૂઆત થઈ હતી. ઋષિકેશ એઇમ્સએ ટ્રાયલ તરીકે આજે ડ્રોનથી દવા પહોંચાડવાની શરૂઆત કરી હતી. 

ઉત્તરાખંડમાં સ્વાસ્થ્ય સેવાઓની હાલત પહેલાથી દયનીય હતી 

આ મામલે ઋષિકેશ એઈમ્સના ડિરેક્ટર પ્રોફેસર મીનુ સિંહે કહ્યું કે ડ્રોન ઋષિકેશથી ટિહરી માટે ઉડાન ભરશે અને નવી ટિહરીના બોરાડીમાં પહોંચીને દવાઓની ડિલિવરી કરશે. સાથે જ ત્યાંથી સેમ્પલ પણ પાછા લઈને આવશે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં સ્વાસ્થ્ય સેવાઓની હાલત દયનીય થઈ ગઈ હતી. એવામાં ડ્રોન નવી ક્રાંતિ લાવશે. આ ડ્રોન 3.5 કિલો વજન ઊંચકી શકે છે. એકવારમાં તે 100 કિ.મી. સુધી ઉડી શકે છે. તે સંપૂર્ણપણે ઓટોમેટિક સંચાલિત થાય છે. તેમાં ફક્ત રુટ મેપ ફીડ કરવો પડે છે. પક્ષીઓથી બચવા માટે તેમાં સેન્સર પણ લગાવેલા છે.