×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉત્તરાખંડ: આજે બપોરે બંધ થઈ જશે હેમકુંડ સાહિબના કપાટ, સવારે 9 વાગ્યાથી શરૂ થશે શબદ કિર્તન


દેહરાદૂન, તા. 10 ઓક્ટોબર 2021 રવિવાર

હેમકુંડ સાહિબના કપાટ રવિવાર બપોરે દોઢ વાગે શીતકાળ માટે બંધ થઈ જશે. રવિવારે સવારે નવ વાગ્યાથી હેમકુંડ સાહિબ સ્થિત ગુરૂદ્વારામાં શબદ કીર્તન શરૂ થઈ જશે, જે બપોરે 12 વાગ્યા સુધી ચાલશે.

ગુરૂગ્રંથ સાહિબનો હુકુમનામુ લેવામાં આવશે

જે બાદ સાડા બાર વાગે આ વર્ષની અંતિમ પ્રાર્થના થશે. બપોરે એક વાગે પવિત્ર ગુરૂગ્રંથ સાહિબનું હુકુમનામુ લેવામાં આવશે અને પવિત્ર ગુરૂગ્રંથ સાહિબને પંજાબથી આવેલા વિશેષ બેન્ડની ધૂનની સાથે પંચ પ્યારેની અધ્યક્ષતામાં દરબાર સાહિબથી સચખંડ સાહિબ ( ગર્ભગ્રહ) માં લાવવામાં આવશે.

આ સાથે બપોરે દોઢ વાગે હેમકુંડ સાહિબના કપાટ શિયાળા માટે બંધ થઈ જશે. હેમકુંડ સાહિબના કપાટ બંધીને લઈને 2200 કરતા વધારે શ્રદ્ધાળુ ગોવિંદ ઘાટ અને ઘાંઘરિયા પહોંચી ચૂક્યા છે. જે રવિવારે સવારે હેમકુંડ સાહિબ પહોંચીને આ વર્ષની અંતિમ પ્રાર્થનામાં ભાગ લેશે.


10 હજારથી વધારે શ્રદ્ધાળુ દર્શને પહોંચશે

કોવિડના કારણે આ વર્ષે 18 સપ્ટેમ્બરથી હેમકુંડ સાહિબની યાત્રા શરૂ થઈ. તેમ છતાં અહીં 10 હજાર કરતા વધારે શ્રદ્ધાળુ દર્શને પહોંચ્યા.

હેમકુંડ સાહિબ મેનેજમેન્ટ ટ્રસ્ટના મુખ્ય મેનેજર સરદાર સેવા સિંહે જણાવ્યુ કે અતિ ઠંડી અને વિપરીત મોસમને જોતા ટ્રસ્ટે 10 ઓક્ટોબરે કપાટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. કપાટ બંધી દરમિયાન ટ્રસ્ટના મેનેજર જનક સિંહ, જનરલ સેક્રેટરી સરદાર રવિંદર સિંહ સહિત સેનાની એન્જિનિયરિંગ કંપની અધિકારી અને જવાન પણ હાજર રહેશે.