×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉત્તરાખંડમાં ફરી ગ્લેશિયર તૂટ્યો : રૈણી-ઋષિગંગા નદીનું જળસ્તર વધ્યું, અનેક ગામો સાથે સંપર્ક તૂટ્યો

ચમોલી, તા. 23 એપ્રિલ 2021, શુક્રવાર

ઉત્તરાખંડમાં ફરી વખત આપદા આવી છે. ભારત ચીન સરહદને જોડતી સડક સુમના 2 પર ગ્લેશિયર તૂટવવાના સમાચાર આવ્યા છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે ભારે બરફવર્ષાના કારણે આ ગ્લેશિયર તૂટ્યો છે. ગ્લેશિયર તૂટ્યા બાદથી જ તે વિસ્તારનો સંપર્ક તૂટ્યો છે. કોઇ પણ પ્રકારની વાતચીત સંભવ નથી થઇ. એવું પણ જાણવા મળ્યું છે કે જ્યાં આ ઘટના બની છે ત્યાં મજૂરો રોડ કટિંગનું કામ કરે છે. બીઆરઓના અધિકારીઓ સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ અત્યાર સુધી સફળતા મળી નથી.

કેટલીય જગ્યા પર બરફવર્ષાના કારણે રસ્તાઓ બંધ છે, જેના કારણે ત્યાં પહોંચવું પણ મુશ્કેલ છે. NDRFના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગ્લેશિયર તૂટ્યા બાદથી રૈણી ઋછિ ગંગા નદીનું જશસ્તર વધી ગયું છે અને સ્થિતિ ચિંતાજનક થઇ છે. મળતી માહિતિ પ્રમાણે નદીના જળસ્તરમાં બે ફૂટનો વધારો થયો છે. અત્યાર સુધી જાન માલના નુકસાનના કોઇ સમાચાર નથી.

સુરક્ષા અને બચાવ એજંસીઓ ઘટનાસ્થળ પર પહોંચવાના પ્રયત્નોમાં છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી તે વિસ્તારમાં ભઆરે બરફવર્ષા થઇ રહી છે જે હજું પણ શરુ જ છે. ગ્લેશિયર પણ આજ કારણે તૂટ્યો છે. ગ્લેશિયર તૂટ્યા બાદ સ્થાનિક લોકોમાં ડરનો માહોલ છે. આ બધા લોકોના મનમા ફેબ્રુઆરીમાં ચમોલીમાં તૂટેલા ગ્લેશિયરની યાદ તાજી થઇ ગઇ છે. શુક્રવારે તૂટેલા આ ગ્લેશિયરથી પણ ઘણો મોટો વિસ્તાર પ્રભઆવિત થયો છે અને અનેક ગામો સાથેનો સંપર્ક તૂટ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગત સાત ફેબ્રુઆરીના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાની ઘટના બની હતી. જેમાં 205 લોકો લાપતા થયા હતા અને 79 લોકોના મોત થયા છે. સરકારના ઘણા મોટા પ્રોજક્ટ પણ તબાહીનો ભઓગ બન્યા હતા.