×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉત્તરાખંડમાં કુદરતી કહેર: બદ્રીનાથમાં કાર ફસાઈ, કેદારનાથમાં 22 શ્રદ્ધાળુઓને બચાવાયા


દહેરાદૂન, તા. 19 ઓક્ટોબર 2021 મંગળવાર

ચોમાસા બાદ સતત વરસી રહેલા વરસાદે કેટલાક રાજ્યોના જનજીવનને ખોરવી દીધુ છે. આની સૌથી વધારે અસર દક્ષિણના કેરળ અને ઉત્તરાખંડમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગે ઉત્તરાખંડ માટે આજે રેડ એલર્ટ જારી કર્યુ છે. રાજ્ય માટે આગામી 24 કલાક ઘણા મહત્વપૂર્ણ છે.

ઉત્તરાખંડમાં વરસાદથી આવેલી તબાહીમાં અત્યાર સુધી 5 લોકોના મોત થઈ ચૂક્યા છે. ચમોલી ક્ષેત્રમાં ભારે વરસાદના કારણે નંદાકિની નદીમાં પૂર આવી ગયુ છે. નદીના જળ સ્તરમાં ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે. ગંગાના તોફાનથી ઋષિકેશમાં તમામ ઘાટ જળમગ્ન થયા છે.

જંગ ચટ્ટીમાં ફસાયેલા લગભગ 22 લોકોનુ રેસ્ક્યુ

કેદારનાથથી પાછા ફરતા સમયે ભારે વરસાદના કારણે સોમવારે જંગ ચટ્ટીમાં ફસાયેલા લગભગ 22 લોકોને SDRF અને પોલીસે રેસ્ક્યુ કરી દીધુ છે. આ તમામ લોકોને ગૌરીકુંડ શિફ્ટ કરી દેવાયા છે. જેમાંથી 55 વર્ષના એક શ્રદ્ધાળુ જેમને ચાલવામાં મુશ્કેલી હતી, સ્ટ્રેચર દ્વારા શિફ્ટ કરવામાં આવ્યુ.

બદ્રીનાથથી આવ્યો ચોંકાવનારો વીડિયો

બદ્રીનાથ રાષ્ટ્રીય રાજમાર્ગથી પણ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. ભારે વરસાદ બાદ લામબગડ નાળામાં ફસાયેલી એક કારમાં સવાર લોકોને બીઆરઓએ બચાવ્યુ. ખરાબ મોસમને જોતા ચારધામ યાત્રા રોકી દેવાઈ છે. પહાડ ક્રેક થવાના કારણે બદ્રીનાથ માર્ગ છ જગ્યા પર પ્રતિબંધ છે.

સીએમે પોતે સંભાળ્યો મોર્ચો

નૈનીતાલમાં 24 કલાકમાં 150 મિલીમીટરથી વધારે વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે તમામ 62 નાળા તોફાને ચડ્યા છે. નૈનીતાલ નજીક વીરભટી મોટર પુલ નજીક કેટલીક કાર અને ટ્રક કાટમાળમાં દફન થઈ ગયા. રાજ્યમાં કુદરતના કહેરને જોતા ધામી સરકાર એલર્ટ છે. દેહરાદૂનમાં સીએમ પુષ્કર સિંહ ધામી પોતે જ મોર્ચો સંભાળતા ગઈ રાતે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પહોંચી ગયા. અધિકારીઓની સાથે વાત કરી. રાહત અને બચાવ એસડીઆરએફની 29 ટીમોને પ્રદેશના અલગ-અલગ જિલ્લામાં મોકલવામાં આવ્યા છે.