×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉત્તરપ્રદેશમાં યોગી 2.0: બે ડેપ્યુટી CM સહિત કુલ 52 મંત્રીઓએ શપથ લીધા


નવી દિલ્હી, તા. 25 માર્ચ 2022 શુક્રવાર

યોગી આદિત્યનાથે આજે બીજીવાર યુપીના મુખ્યમંત્રી પદના શપથ લીધા. યુપીમાં 35 વર્ષ બાદ કોઈ પાર્ટીને સતત બીજીવાર બહુમત મળ્યુ છે. યોગી આદિત્યનાથનો શપથ ગ્રહણ સમારોહ લખનૌના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ઈકાના સ્ટેડિયમમાં યોજાયો હતો. સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી, કેટલાક કેન્દ્રીય મંત્રી અને ભાજપ શાસિત રાજ્યોના સીએમ સામેલ થયા છે. 

આ સિવાય દેશના મોટા ઉદ્યોગપતિઓને આમંત્રણ મોકલવામાં આવ્યુ હતુ. એટલુ જ નહીં યોગી આદિત્યનાથે પોતે ફોન કરીને સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવ, પૂર્વ સીએમ અખિલેશ યાદવ, બસપા પ્રમુખ માયાવતીને શપથ ગ્રહણ સમારોહ સામેલ હોવાનુ આમંત્રણ આપ્યુ. આ સિવાય સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધીને પણ આમંત્રણ આપ્યુ.

બે ડેપ્યુટી સીએમ સહિત 52 મંત્રીઓને યોગી આદિત્યનાથની કેબિનેટમાં સ્થાન