×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉત્તરપ્રદેશના બદાયુંમાં કોલ્ડ સ્ટોરેજની ઈમારત ધસી, 40થી વધુ મજૂરો દટાયાના અહેવાલ

image : Twitter


બદાયું જિલ્લાથી એક મોટી દુર્ઘટનાના અહેવાલ સામે આવ્યા છે.  પ્રાપ્ત માહિતી અનુસાર, બદાયું જિલ્લાની સરહદ પર ચંદૌસી સ્થિત મવાઈ ગામમાં એક કોલ્ડ સ્ટોરેજની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે. જે સમયે આ અકસ્માત થયો તે સમયે કોલ્ડ સ્ટોરેજની અંદર લગભગ 40 મજૂરો કામ કરી રહ્યા હતા, જ્યાં ઘઉંની લગભગ 50 હજાર બોરીઓ પણ રાખવામાં આવી હતી. અચાનક થયેલા અકસ્માતના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે, અત્યાર સુધીમાં ૩ મજૂરોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે, એમોનિયા ગેસ લીક ​​થવાના કારણે બચાવ કાર્યમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

લોકોની ભીડ રોષે ભરાઈ 

માહિતી અનુસાર એઆર કોલ્ડ સ્ટોરેજમાં અકસ્માત બાદ અફરાતફરીનો માહોલ છે. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ ત્યાં પહોંચી ગયા છે જેઓ રાહત અને બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે. જેસીબી દ્વારા કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે જેથી મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય. ચંદૌસીમાં લોકોએ કોલ્ડ સ્ટોરમાં રાહત કાર્ય ધીમી હોવાનો આરોપ લગાવીને ઈસ્લામ નગર રોડ બ્લોક કરી દીધો છે. પીએસીને બોલાવવામાં આવી છે. ભીડને કાબૂમાં લેવા માટે પીએસીએ લાઠીનો ઉપયોગ કરવો પડ્યો હતો. વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. અત્યાર સુધીમાં ૩ લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે.