×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉતરાખંડ જળપ્રલય : મૃત્યુ પામનાર લોકોના પરિજનોને રાજ્ય સરકાર તરફથી 4-4 લાખ રુપિયાની સહાય

- વડાપ્રધાન ભંડોળમાંથી પણ 2-2 લાખ રુપિયા અપાશે

ચમોલી, તા. 7 ફેબ્રુઆરી 2021, રવિવાર

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટવાના કારણે નદીઓમાં પૂર આવ્યું છે. જેના કારણે ભારે તબાહી સર્જાઇ છે. આ જળપ્રલય બાદ 150 જેટલા લોકો ગાયબ છે, જેમાંથી અત્યાર સુધીમાં 10 લોકોની લાશ મળી છે. તો અત્યાર સુધીમાં 16 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ સિવાય તપોવન સુરંગમાં પણ લોકો ફસાયેલા છે. સેનાના જવાનો અને એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ અભિયાન ચાલી રહ્યું છે.

આ બધા વચ્ચે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતે આ દુર્ઘટનામાં જે લોકોનો જીવ ગયો છે તેમના પરિવારને 4-4 લાખ રુપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. આ સિવાય તેમણે કહ્યું કે સેનાના જવાનો પહોંચી ગયા છે. એનડીઆરએફની એક ટીમ દિલ્હીથી ચમોલી પહોંચી છે. મેડિકલ સુવિધાની દ્રષ્ટિએ ત્યાં સેના, પેરામિલિટ્રી ફોર્સ અને અમારા રાજ્યના ડોક્ટરોએ કેમ્પ શરુ કરી દીધા છે. આ સિવાય તેમણે જણાવ્યું કે અમે હલાઇ સર્વે કર્યો છે. આ સિવાય જ્યં સુધી સડક મારફતે રેણી ગામ સુધી જવાયું ત્યાં સુધી જઇને પરિસ્થિતિની માહિતિ મેળવી છે.

તો આ તરફ જળપ્રલય અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુખ વ્યક્ત કર્યુ છે. સાથે જ વડાપ્રધાન ભંડોળમાંથી પણ જે લોકોના મોત થયા છે તેમના પરિવાર 2-2 લાખ રુપિયાનું વળતર આપવામાં આવશે. તો જે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેમને 50 હજાર રુપિયાનું વળતર આપવામાં આવશે.