×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉજ્જૈનમાં આજે દિવાળી : પીએમ મોદીએ મહાકાલ લોકનું કર્યું લોકાર્પણ


અમદાવાદ,તા.11 ઓક્ટોબર 2022, મંગળવાર

ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર તમામ 13 જ્યોતિર્લિંગોમાં ત્રીજું ખૂબ જ ખાસ જ્યોતિર્લિંગ છે. મહાકાલને ઉજ્જૈનના રાજા પણ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે કોઈપણ શુભ કામ કરતા અગાઉ મહાકાલના આશીર્વાદ લેવા ખૂબ જ જરૂરી છે. શિપ્રા નદીના કિનારે સ્થિત ઉજ્જૈનને મંદિરોનું શહેર પણ કહેવામાં આવે છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ લોકનું લોકાર્પણ કર્યું છે. બે ચરણમાં બની રહેલ મહાકાલેશ્વર મંદિર પરિસર વિકાસ યોજનામાં આશરે 856 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. મહાકાલ કોરિડોરનો આ સમગ્ર વિસ્તાર 900 મીટરનો છે. તે કાશી વિશ્વનાથ મંદિર કરતા 4 ગણો મોટો છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ કોરિડોરના પ્રથમ ફેઝનું ઉદ્ધાટન કરી દીધું છે. આ અગાઉ પીએમ મોદી મહાકાલ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી એટલું જ નહીં ગર્ભગૃહમાં મંત્ર જાપ પણ કર્યા હતા. આ અવસર પર રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને કેન્દ્રીયમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર રહ્યા હતા. મહાકાલ મંદિર અને મહાકાલ લોકને પુષ્પ અને રોશનીથી શણગારવામાં આવી છે સાથે જ લોખંડી સુરક્ષા વ્યવસ્થા પણ કરાઈ છે.

હાકાલના કોરિડોરને 2 ફેઝમાં 856 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યો છે જેમાં પ્રથમ તબક્કામાં 316 કરોડ રૂપિયામાં વિકસાવવામાં આવ્યો છે. 900 મીટરથી વધુ લાંબો મહાકાલ લોક કોરિડોર જૂના રુદ્ર સાગર તળાવની આસપાસ ફેલાયેલો છે. ઉજ્જૈનમાં વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરની આસપાસના વિસ્તારને પુનર્વિકાસ કરવાના પ્રોજેક્ટના ભાગરૂપે રૂદ્ર સાગર તળાવને પુનર્જીવિત કરવામાં આવ્યું છે.

આ કોરિડોર માટે બે ભવ્ય પ્રવેશદ્વાર – નંદી ગેટ અને પિનાકી ગેટ બનાવવામાં આવ્યા છે. આ કોરિડોર મંદિરના પ્રવેશદ્વાર તરફ દોરી જાય છે અને માર્ગમાં મનોહર દૃશ્યો જોવા મળે છે.