×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈલોન મસ્કે લોન્ચ કરી AI આધારિત કંપની xAI, બ્રહ્માંડની વાસ્તવિક પ્રકૃતિ સમજવા કરશે પ્રયાસ

image : Twitter


ટ્વિટરના માલિક ઈલોન મસ્કે તેમની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની xAI લોન્ચ કરી છે. આ અંગે તેમણે કહ્યું કે તેની મદદથી અમે બ્રહ્માંડના વાસ્તવિક સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીશું. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે xAI ની ટીમનું નેતૃત્વ ઈલોન મસ્ક કરશે અને તેના સ્ટાફમાં એવા અધિકારીઓનો સમાવેશ થશે જેમણે અગાઉ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે અગ્રણી કંપનીઓમાં કામ કર્યું છે, જેમાં Google, Microsoft, DeepMind અને અન્યનો સમાવેશ થાય છે.

લાઇવ ટ્વિટર સ્પેસમાં શુક્રવારે કરશે માહિતી શેર 

ટેસ્લા, સ્પેસએક્સના સીઈઓ અને ટ્વિટરના માલિક ઈલોન મસ્ક દ્વારા બુધવારે કરવામાં આવેલી આ જાહેરાત ChatGPT જેવી AI ટેક્નોલોજીને પડકારવા માટેની જાહેરાત હોવાનું માનવામાં આવે છે. જો કે, મસ્કે ટ્વિટ કર્યું કે તે બ્રહ્માંડની સાચી પ્રકૃતિને સમજવા માટે xAI નામની નવી AI કંપની શરૂ કરી રહ્યા છે. કંપનીની વેબસાઈટ અનુસાર, મસ્ક અને તેમની ટીમ શુક્રવારે 14 જુલાઈના રોજ લાઈવ ટ્વિટર સ્પેસ ચેટમાં વિશ્વ સાથે આ માહિતી શેર કરશે.

તેઓ OpenAIના સહ-સ્થાપક રહી ચૂક્યા છે 

માહિતી અનુસાર  xAI ટીમમાં પસંદ કરાયેલી જાણીતી કંપનીઓના કર્મચારીઓને ડીપમાઇન્ડના આલ્ફાકોડ અને ઓપનએઆઈના GPT-3.5 અને GPT-4 ચેટબોટ્સ જેવા પ્રોજેક્ટ્સ પર કામ કરવાનો ઘણો અનુભવ છે. હકીકતમાં, ઈલોન મસ્ક 2015માં OpenAIના સહ-સ્થાપક હતા. જો કે, ટેસ્લા સાથેના હિતોના સંઘર્ષને ટાળવા માટે તેમણે 2018 માં પદ છોડ્યું.