×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈલોન મસ્કની ટ્વિટરનો વધુ એક પ્લાન, હવે એડવર્ટાઈઝ ફ્રી ટ્વિટર માટે પણ સબ્સક્રિપ્શન

image: Twitter

વોશિંગ્ટન, તા ૨૨ જાન્યુઆરી, ૨૦૨૩ રવિવાર

ટ્વિટરના બોસ ઈલોન મસ્કે શ્રેણીબદ્ધ ટ્વિટમાં જાહેરાત કરી હતી કે કંપનીની સબ્સ્ક્રિપ્શન સેવા યૂઝર્સને એડવર્ટાઈઝ ફ્રી એકાઉન્ટનો લાભ આપશે જેમાં તેમને ઓછી જાહેરાતો કે નહિંવત પ્રમાણમાં બતાવશે. જોકે તે સબ્સક્રિપ્શન ચાર્જ પર નિર્ભર રહેશે. બની શકે કે શૂન્ય જાહેરાત માટે ટ્વિટર દ્વારા મોટી ફી વસૂલવામાં આવી શકે છે.  ઉલ્લેખનીય છે કે  ઓક્ટોબરમાં મસ્ક દ્વારા ટ્વિટરનું અધિગ્રહણ કર્યા બાદ સોશિયલ નેટવર્ક ટ્વિટરને મોટી આર્થિક અનિશ્ચિતતાનો સામનો કરવો પડ્યો છે. તેને ધ્યાનમાં રાખીને જ કદાચ આ નિર્ણય પણ લેવાયો છે. અગાઉ એન્ડ્રોઈડ યૂઝર્સ માટે પણ આઈઓએસ યૂઝર્સની જેમ બ્લૂ સબ્સક્રિપ્શન માટે ચાર્જ વસૂલવાની જાહેરાત કરી હતી.  

ટ્વિટર પર આવતી જાહેરાતો પર પગલાં ભરવા કહ્યું 

મસ્કે તેમના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે ટ્વિટર પર ઘણી બધી અને મોટી જાહેરાતો આવે છે. આગામી અઠવાડિયામાં બંને પર પગલાં લેવામાં આવશે. મસ્કે વધુ એક ટ્વિટમાં કહ્યું કે જે લોકો એડ ફ્રી સબ્સક્રિપ્શન પસંદ કરશે તેમને કોઈ એડવર્ટાઈઝ બતાવવામાં નહીં આવે. એટલે કે તેમના એકાઉન્ટ જાહેરાતમુક્ત થઈ જશે. 

મસ્કે કંપનીના 7,500 કર્મચારીઓમાંથી લગભગ અડધા કર્મચારીઓને કાઢી મૂક્યા હતા

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના અંતે મસ્કે કંપનીના 7,500 કર્મચારીઓમાંથી લગભગ અડધા કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. આ પગલાને લીધે એ ચિંતા વધી હતી કે કંપની પાસે કન્ટેન્ટ મોડરેશન માટે પૂરતો સ્ટાફ નથી. મસ્કે જણાવ્યું હતું કે તેમની વ્યૂહરચના આવકમાં વધારો કરતી વખતે મોટા પ્રમાણમાં ખર્ચ ઘટાડવાની હતી. ટ્વિટર બ્લુ નામની નવી સબ્સ્ક્રિપ્શન સેવા તે લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરશે. અમેરિકામાં આ સેવાનો લાભ લેવા માટે દર મહિને $11નો ખર્ચ આવે છે. બ્લૂ સબ્સક્રિપ્શન સેવાનો વાર્ષિક દર $84  છે.