×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈમરાન ખાનની રેલીમાં ફાયરિંગ, પૂર્વ પાક PM સહિત 5 લોકો ઘાયલ


-લોંગ માર્ચમાં અલગ-અલગ કારણોસર એક મહિલા પત્રકાર સહિત ત્રણ લોકોના મોત થયા છે

નવી દિલ્હી,તા. 3 નવેમ્બર 2022, ગુરુવાર

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન લોંગ માર્ચ દરમિયાન ગોળીબારમાં ઘાયલ થયા છે. પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન તેમની રેલીમાં થયેલા ફાયરિંગમાં ઘાયલ થયા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર ઈમરાન ખાનને પગના ભાગમાં બુલેટ વાગી છે. ફાયરિંગની આ ઘટનામાં પાંચ લોકો ઘાયલ થયા છે.

ઈમરાન ખાન વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ સરકાર સામે સતત મોરચો ખોલી રહ્યા છે. તાજેતરમાં જ સેનાના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ પણ તેમણે નિવેદનબાજી કરી હતી. 


ગોળીબાર કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, જે કન્ટેનર પર ઈમરાન હાજર હતા તેની નજીકથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તે પંજાબના વજીરાબાદ વિસ્તારમાં આવે છે.

ઈમરાને ગયા અઠવાડિયે શાહબાઝ શરીફ સરકારના રાજીનામા અને તાત્કાલિક સામાન્ય ચૂંટણીની માંગ સાથે લોંગ માર્ચ શરૂ કરી હતી. આ લોંગ માર્ચની શરૂઆતથી અત્યાર સુધીમાં અલગ-અલગ કારણોસર એક મહિલા પત્રકાર સહિત ત્રણ લોકોના મોત થયા છે. મે મહિનામાં પણ ઈમરાને લોંગ માર્ચ કાઢી હતી અને તે દરમિયાન જબરદસ્ત હિંસા થઈ હતી. સાત મહિનામાં આ બીજું લોન્ગ માર્ચ થયું છે.

છેલ્લા ઘણા દિવસોથી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના 70 વર્ષીય વડા વિવિધ સ્થળોએ "હકીકી આઝાદી માર્ચ" યોજતી વખતે કથિત ભ્રષ્ટાચારને લઈને તેમના વિરોધીઓને ટાર્ગેટ કરી રહ્યાં હતા.

પાક પીએમ પર શૂટિંગનો વીડિયો વાયરલ :