×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈમરજન્સી હોય કે કુદરતી આફત, મોબાઈલ પર મળશે એલર્ટ, બ્રિટન કરશે સિસ્ટમનું પરીક્ષણ

image : Envato 


ક્લાઇમેટ ચેન્જને લઈને આખી દુનિયા ભયભીત છે. આ દરમિયાન બ્રિટિશ સરકારે જાહેરાત કરી હતી કે તે આગામી મહિનાથી હવામાન સંબંધિત ઘટનાઓ અંગે પબ્લિક વોર્નિંગ સિસ્ટમનું પરીક્ષણ કરશે. એટલે કે આખા બ્રિટનમાં કોઈપણ ઈમરજન્સી કે આપત્તિ આવશે તો મોબાઈલ ફોન યૂઝર્સને સાયરન જેવું એલર્ટ મોકલાશે. 

ક્યારે કરાશે પરીક્ષણ? 

આ પરીક્ષણ આગામી 23 એપ્રિલે રવિવારની સાંજે સમગ્ર બ્રિટનમાં કરવામાં આવશે. જેમાં લોકોને તેમના મોબાઈલ ફોન પર એક ટેસ્ટિંગ મેસેજ પણ મળશે. સરકારે કહ્યું કે નવી ઈમરજન્સી એલર્ટ સિસ્ટમનો ઉપયોગ ભાગ્યે જ કરવામાં આવશે. તે ફક્ત ત્યાં જ મોકલાશે જ્યાં લોકોના જીવને જોખમ હોય. એટલા માટે બની શકે કે લોકોને મહિનાઓ કે વર્ષો સુધી એલર્ટ મળે પણ નહીં. 

જુઓ આ એલર્ટ સિસ્ટમનો ક્યાં ક્યાં ઉપયોગ થઈ રહ્યો છે?  

સંભવિત ઘટનાઓની યાદીમાં આતંકી એલર્ટને પણ ઉમેરાઈ શકે છે. તે સમયની સાથે એક નોટિફિકેશનને ટ્રિગર કરશે. ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તર આયરલેન્ડમાં ઈમરજન્સી એલર્ટનો ઉપયોગ કરશે અને તેનો શરૂઆતમાં ઉપયોગ ઈંગ્લેન્ડમાં ગંભીર પૂર સહિત સૌથી ગંભીર હવામાન સંબંધિત ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ સેવાનો ઉપયોગ, અમેરિકા, કેનેડા, નેધરલેન્ડ અને જાપાન સહિત અનેક દેશોમાં થઈ ચૂક્યો છે. જ્યાં તેને વ્યાપક રીતે લોકોના જીવ બચાવવાનો શ્રેય અપાય છે.