×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈન્દોરમાં વેચાતા નકલી રેમેડેસિવિર ઈન્જેક્શનનુ પગેરુ ગુજરાતના મોરબી સુધી પહોંચ્યુ

ઈન્દોર, તા. 8 મે 2021,શનિવાર

ઈન્દોરમાં પોલીસે ગઈકાલે રાતે નકલી રેમડેસિવિર વેચતા વધુ બે વ્યક્તિઓની ધરપકડ કરી છે અને આ મામલામાં પગેરુ ગુજરાત સુધી પહોંચ્યુ છે.

રેમડેસિવિરની અછત વચ્ચે દેશમાં ઠેર ઠેર તેના કાળાબજાર થઈ રહ્યા છે.લેભાગુઓ હવે નકલી ઈન્જેક્શનો વેચી રહ્યા છે ત્યારે પોલીસે વિજય નગર વિસ્તારમાંથી ગઈકાલે રાતે બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી.તેમના પર આરોપ છે કે, તેઓ સોશિયલ મીડિયા થકી રેમેડેસિવિરના કાળાબજાર કરીને એક ઈન્જેક્શન 35000 થી 40000 રુપિયામાં વેચતા હતા.પોલીસે તેમની પાસેથી ચાર રેમડેસિવિર ઈન્જેક્શન પણ જપ્ત કર્યા છે.આ બંને વ્યક્તિઓ પૈકી આનંદ ઝા ઈન્દોર અને મહેશ ચૌહાણ જબલપુરનો રહેવાસી છે.અત્યાર સુધીમાં પોલીસે ચાર કેસમાં 11 આરોપીઓની ધરપક ડકરી છે.જેમની પાસેથી કુલ 14 ઈન્જેક્શન મળી આવ્યા છે.

પોલીસનુ કહેવુ છે કે, આ ઈન્જેક્શન નકલી છે અને ગુજરાતના મોરબી ખાતે આવેલી એક ફેક્ટરીમાં નકલી ઈન્જેક્શન બનતા હતા  અને આરોપીઓ સુધી પહોંચાડવામાં આવતા હતા.