×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈન્ડિગો વિમાનમાં લાગેલી આગનું કારણ જાણવા સરકારનો DGCAને તપાસનો આદેશ


- આ  વિમાનમાં 177 મુસાફરો સવાર હતા

નવી દિલ્હી, તા. 29 ઓક્ટોબર 2022, શનિવાર

દિલ્હીથી બેંગ્લુરુ જઈ રહેલી ફ્લાઈટના પેસેન્જરોમાં એ સમયે હોબાળો મચી ગયો જ્યારે ઈન્ડિગો વિમાનનું એન્જિન ટેક ઓફ દરમિયાન સ્પાર્ક થવા લાગ્યું. શુક્રવારે દિલ્હી એરપોર્ટથી બેંગલુરુ માટે ટેક ઓફ કરતી વખતે ઈન્ડિગોના વિમાનના એન્જિનમાં આગ લાગી હતી. આ કારણોસર દિલ્હી એરપોર્ટ પરઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. હવે સરકારે આ ઘટના પર એક્શનમાં આવી છે.


દિલ્હી એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટના ટેકઓફ દરમિયાન અંતે આગ કેવી રીતે લાગી તે અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે DGCA અધિકારીઓને ઈન્ડિગો ફ્લાઈટ નંબર A320માં આગની ઘટનાની તપાસ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે, બેંગ્લુરુજઈ રહેલા ઈન્ડિગોના A320 વિમાનમાં ટેકઓફ દરમિયાન સ્પાર્ક જોવા મળ્યા હતા. ત્યારબાદ પાયલટે તરત જ ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું અને બાદમાં પ્લેન પાર્કિંગમાં પાછું આવ્યું અને વિમાનમાં સવાર 177 લોકોને સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા હતા.

સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં એરપોર્ટ પર ટેક ઓફ કરી રહેલા વિમાનના એક એન્જિનમાંથી સ્પાર્ક નીકળતા દેખાઈ રહ્યા છે. આ ઘટના શુક્રવારે રાત્રે લગભગ 10:00 વાગ્યે બની હતી. ઈન્ડિગોએ એક નિવેદનમાં કહ્યું કે, દિલ્હીથી બેંગલુરુ માટે ઉડાન ભરનારી ફ્લાઈટ 6E2131 ના ટેક ઓફ દરમિયાન એન્જિનમાં આગ લાગી હોવાનો અનુભવ થયો અને ત્યારબાદ ઉડાનને રોકી દેવામાં આવી હતી. વિમાનમાં 177 મુસાફરો સવાર હતા.