×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈન્ટરનેટ શટડાઉન મામલે ભારત ટોચે, 6 મહિનામાં 15590 કરોડનું નુકસાન, 21000 લોકોએ ગુમાવી નોકરી


ઈન્ટરનેટ શટડાઉનના મામલે ભારત પહેલા નંબર પર છે. એક્સેસ નાઉ અને KeepItOn દ્વારા આ વર્ષે માર્ચમાં તેમના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી હતી. ભારતમાં ઈન્ટરનેટ બંધ 2016માં શરૂ થયું હતું. હવે નેટલોસે તેના એક રિપોર્ટમાં કહ્યું છે કે, 2023ના પહેલા છ મહિનામાં ભારતમાં ઈન્ટરનેટ બંધ થવાને કારણે લગભગ 15,590 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ સમયગાળા દરમિયાન મણિપુર અને પંજાબમાં સૌથી વધુ ઈન્ટરનેટ બંધ રહ્યું છે.

21,000 થી વધુ લોકોએ નોકરીઓ ગુમાવી

નેટલોસે તેના અહેવાલમાં જણાવ્યું છે કે, શટડાઉનને કારણે વિદેશી રોકાણમાં લગભગ 968 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અને 21,000 થી વધુ લોકોએ નોકરીઓ ગુમાવી છે. 

ઈન્ટરનેટ બંધ આર્થિક પ્રવૃત્તિઓ માટે નુકશાનકારી 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સરકારો ઘણીવાર માને છે કે ઈન્ટરનેટ બંધ થવાથી શાંતિ જળવાઈ રહેશે, ખોટી માહિતીનો ફેલાવો અટકશે અથવા સાઈબર સુરક્ષા જોખમોને કારણે થતા નુકસાનમાં ઘટાડો થશે, પરંતુ વાસ્તવમાં એવું નથી. ઈન્ટરનેટ બંધ આર્થિક પ્રવૃત્તિઓ માટે અત્યંત વિનાશકરી સાબિત થઇ શકે છે.

છેલ્લા છ મહિનામાં ઈન્ટરનેટ બંધ થવામાં ભારત સૌથી આગળ

ભારત સરકાર અને રાજ્ય સરકારો જાહેર વ્યવસ્થા જાળવવા માટે ઈન્ટરનેટ બંધનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે. ભારતનો ઈન્ટરનેટ શટડાઉન કરવા મામલે રેકોર્ડ બની ગયો છે. સમગ્ર વિશ્વમાં છેલ્લા છ મહિનામાં ઈન્ટરનેટ બંધ થવામાં ભારત સૌથી આગળ છે. જે ખરેખર એક ચિંતાજનક બાબત કહી શકાય છે. 

2021માં ઈન્ટરનેટ 84 વખત બંધ રહ્યું

ભારતમાં વર્ષ 2021માં 1,157 કલાક ઈન્ટરનેટ બંધ રહ્યું, જેના કારણે લગભગ 4,300 કરોડ રૂપિયાનું નુકસાન થયું. ઈન્ટરનેટ બંધ થવાથી 5.9 કરોડ લોકો પણ પ્રભાવિત થયા છે. વર્ષ 2021માં પ્રશાસન દ્વારા દેશમાં 84 વખત ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું. ઈન્ટરનેટ બંધ થવાના મુખ્ય કારણો વિરોધ, હિંસા, પરીક્ષા અને ચૂંટણી છે. વર્ષ 2022 માં, ફક્ત જમ્મુ અને કાશ્મીરમાં 49 વખત ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું, જેમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2022 વચ્ચે સતત 16 વખત ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું. જમ્મુ અને કાશ્મીર પછી રાજસ્થાન બીજા ક્રમે છે જ્યાં એક વર્ષમાં 12 વખત ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળ ત્રીજા નંબર પર હતું જ્યાં સાત વખત ઇન્ટરનેટ બંધ થયું હતું.