×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈથેનોલ ક્ષેત્ર માટે રોડમેપ જાહેર, જાણો પર્યાવરણ દિવસ નિમિત્તે PMના ભાષણની મહત્વની વાતો


- પુણેમાં શનિવારથી ઈથેનોલના ઉત્પાદન અને વિતરણ સંબંધીત ઈ100 પાયલોટ પ્રોજેક્ટ પણ ચાલુ કરવામાં આવ્યા

નવી દિલ્હી, તા. 5 જૂન, 2021, શનિવાર

સમગ્ર વિશ્વમાં આજે 5 જૂન નિમિત્તે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે. આ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વર્ચ્યુઅલ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર અને કેન્દ્રીય પેટ્રોલિયમ પરિવહન મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ સામેલ થયા હતા. 

કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને જણાવ્યું કે, વિશ્વ પર્યાવરણ દિવસના અવસર પર ભારતે ઈથેનોલ ક્ષેત્રના વિકાસ માટે એક વિસ્તૃત રોડમેપ જાહેર કર્યો છે, જે એક મહત્વનું પગલું છે. પુણેમાં શનિવારથી ઈથેનોલના ઉત્પાદન અને વિતરણ સંબંધીત ઈ100 પાયલોટ પ્રોજેક્ટ પણ ચાલુ કરવામાં આવ્યા છે. 

વડાપ્રધાને જણાવ્યું કે, ગત વર્ષે જ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 21,000 કરોડ રૂપિયાનું ઈથેનોલ ખરીદ્યું હતું. તેનો એક મોટો હિસ્સો આપણા ખેડૂતોના ખીસ્સામાં ગયો છે. ખાસ કરીને શેરડીનું વાવેતર કરનારા ખેડૂતોને તેનાથી મોટો લાભ મળ્યો છે. જ્યારે મેં આપણા ખેડૂત મિત્રો સાથે વાત કરી ત્યારે કઈ રીતે બાયો ફ્યુજ સાથે જોડાયેલી વ્યવસ્થાઓને તેઓ સહજતાથી અપનાવી રહ્યા છે તે તેમનો આત્મવિશ્વાસ કહી આપતો હતો. દેશમાં સ્વચ્છ ઉર્જાને લઈ જે મોટું અભિયાન ચાલી રહ્યું છે તેનો લાભ કૃષિ ક્ષેત્રને મળે તે સ્વાભાવિક છે.