×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈટલી જેવી સ્થિતિ સર્જાશે: આ તારીખથી દેશમાં કોરોનાના રોજ 33થી 35 લાખ નવા દર્દીઓ નોંધાશે


નવી દિલ્હી, તા. 22 એપ્રિલ 2021, ગુરૂવાર

કોરોનાની બીજી લહેરે દેશભરમાં હાહાકાર મચાવ્યો છે.કોરોનાના હજારો દર્દીઓના કારણે લગભગ દરેક રાજ્યમાં મેડિકલ સુવિધાઓ પર અસહ્ય ભારણ જોવા મળી રહ્યુ છે.

લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે, હવે કોરોનાનુ સંક્રમણ વધતુ અટકે તો સારુ પણ સંશોધકો આગામી દિવસો માટે ડરાવનારી આગાહી કરી રહ્યા છે.આઈઆઈટી કાનપુરના મનિન્દ્ર અગ્રવાલે મેથેમેટિકલ મોડેલના આધારે આગામી દિવસો કેવા હશે તેની આગાહી કરી છે.

એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં તેમણે કહ્યુ હતુ કે, અમારા મોડેલ પ્રમાણે નવા સંક્રમણના કેસ રોજ વધતા રહેશે. એક થી પાંચ મે વચ્ચે રોજ લગભગ 3.3 લાખથી 3.5 લાખ કેસ નોંધાઈ શકે છે. જ્યારે 11 થી 15 મે દરમિયાન તે વધીને 33 થી 35 લાખ પણ થઈ શકે છે.

એમ પણ કોરોના અત્યારે તમામ રેકોર્ડ તોડી રહ્યો છે.ભારતમાં છેલ્લા 24 કલાકમાં 3.14 લાખ નવા દર્દીઓ નોંધાઈ ચુક્યા છે અને આ પૈકીના 75 ટકા કેસ 10 રાજ્યોમાં નોંધાયા છે. ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1.59 કરોડ પર પહોંચી ચુકી છે. જોકે આઈઆઈટી કાનપુરના સંશોધકો તો તેના કરતા પણ વધારે કેસ એક દિવસમાં નોંધાશે તેવી આગાહી કરી રહ્યા છે.